________________
૮૦
ગ્રન્થયુગલ
પ્રમાણભૂત સમજી, ગ્રંથકાર કહે છે. જેને શુદ્ધ આત્માના સુખનો અનુભવ કરવાની ગરજ જાગી છે, તેવા જિજ્ઞાસુ જીને સશાસ્ત્રના આધારે, અનુમાનશાસ્ત્રના અવલંબને, બીજાની બુદ્ધિમાં અવિરોધપણે સત્ય સમજાય તેમ, મને સમાધિપૂર્વક શુદ્ધ આત્માનું સ્વરૂપ સમ્યક પ્રકારે અનુભવમાં આવ્યું છે તેને વિચાર આ શાસ્ત્રમાં કહીશ.
કર્તાની યોગ્યતા, સાંભળનાર કે અભ્યાસ કરનારની યેગ્યતા તથા જે કહેવાનું છે તેની સત્યતા સંબંધી આ શ્લેકમાં સ્પષ્ટ વર્ણન છે.
अनुष्टुप् “एगो मे सम्सदो अप्पा, णाणदंसणलक्खणो । सेसा मे बाहरा भावा सव्वे संजोगलक्खणा ॥"
દેહર આત્મા જ્ઞાન દર્શન ગુણી, મારો એક જ નિત્ય; શેષ બાહ્ય ભાવો બધા, સંયોગી જ અનિત્ય.
એ આદિ શાસ્ત્ર પ્રમાણ, પાણીને ગુણ શીતળતા છે, અગ્નિને ગુણ ઉષ્ણતા છેઆમ ભિન્ન લક્ષણથી ઓળખાતા પદાર્થ ભિન્ન હોય છે, તેથી પાણી અને અગ્નિ બને પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે, તેમ દેહ રૂપ, રસ, ગંધ, સ્પર્શ લક્ષણવંત છે અને દેહમાં રહેલે આત્મા જ્ઞાનલક્ષણવાળો છે, માટે દેહ અને આત્મા અને ભિન્ન પદાર્થો છે, એ આદિ અનુમાન પ્રમાણ છે. સદ્ગુરુના બેધથી પિતાને પિતાનું સ્વરૂપ સમજાયે, પિતામાં પોતાની સ્થિરતા થતાં સ્પષ્ટ પરમ આનંદરૂપ પિતાનું સ્વરૂપ અનુભવાય છે. એ ત્રણે પ્રકારે શાસ્ત્રકર્તાએ પોતાની ગ્યતા જણાવી છે. પાંચ ઇંદ્રિનાં સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org