________________
ગુરુગમ દ્વારા દેહનગ્રન્થનું અધ્યયન અતવ લાભદાયી નીવડશે ગુરુની જરૂર એટલા માટે છે કે એમાં કેટલાંય સ્થાને ટુંકા વાકયોમાં પ્રશ્નો ઉત્તરે સમાયેલા છે, વિસ્તૃત વિવેચનના સંક્ષેપ રહેલા છે અને અનેક પદાર્થોના સૂચન પડેલા છે ટુંકમાં તત્ત્વચિંતન અને સન્માર્ગ-સાધના માટે આમાંથી બહાળા પદાર્થો મળી શકશે.
અભ્યાસ પદ્ધતિ - પ્રકરણને અંશ વાંચી, સંક્ષેપ મુદ્દાઓમાં ધારણ કરી પુસ્તક જોયા વિના મોઢેથી બોલીને તે પદાર્થોનું પુનઃ અવધારણ કરવું. પછી આગળ બીજો ને અંશ વાંચી પદાર્થોના મુદ્દાઓની કડી જેડતા રહેવું. શિક્ષકે બાળકોને ત્યાં ને ત્યાં પદાર્થો તૈયાર કરાવવા માટે એક સરળ ઉપાય એ છે કે શિક્ષકે ચારેક પદાર્થો સમજાવી વારાફરતી વિદ્યાર્થીઓને કમે-અક્રમે તે પદાર્થોને પૂછીને ઘુંટાવવા અને મુદ્દાઓનું સંકલન કરી ધારણા કરાવી અને પુનઃ પુનઃ સમજાવી–ઘુ ટાવી તૈયાર કરાવવા છેવટે પ્રકરણના અંતે આખા પ્રકરણને ઉપસંહાર કર. બીજે દિવસે નવા અધ્યયન પૂર્વે ટુંકમાં એકાદ વાર આવૃત્તિ-રીવીઝન કરાવી આગળ વધવું.
આધુનિક માનસ ધરાવતા કોલેજિયન હાઇસ્કુલના વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કાર-સિંચન તેમજ ચારિત્ર-ઘડતર માટે અમારી આગ્રહભરી વિનંતીથી અમૂલ્ય સમયને ભેગ આપી અવિરત શ્રમથી વિદ્વદુવર્ય પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org