SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ પરીક્ષા ૨૩ “ક્ષમા, સંતેષ, જ્ઞાન, ધ્યાન, તપ વગેરે કરવા’ અન– હિંસા જુઠ વગેરે છેડવા... આમાં જ્ઞાનાદિનું વિધાન છે અને હિંસાદિન નિષેધ છે. બીજી પરીક્ષા - વિધિ-નિષેધને અનુરૂપ અર્થાત પુષ્ટ કરનાર આચાર-અનુષ્ઠાન જે ધર્મમાં ફરમાવ્યા હોય તે ધર્મ છેદ'- પરીક્ષામાં પાસ કહેવાય. દા. ત. પહેલાં નિષેધ તે કર્યો કે કોઈ જીવની હિંસા ન કરવી.” પછી અનુષ્ઠાન તરીકે કહ્યું કે પશુને મારીને યજ્ઞ કર.” તે આ કંઈ નિષેધને અનુરૂપ ન થયું. ઉલટું, હિંસાના નિષેધનો ભંગ કરનારું થયું! જેન ધર્મમાં આવું નથી; કેમકે જૈન ધર્મમાં ગૃહસ્થ કે સાધુ માટે જે આચાર–અનુષ્ઠાન બતાવ્યા છે, એ વિધિ અને નિષેધની સાથે સંગત છે, પિષક છે. કેમકે એમાં જીવરક્ષાની ચણા (યતના)ને મુખ્ય રાખીને આચાર-અનુષ્ઠાન બતાવ્યા છે. સાધુ માટે કહ્યું “સમિતિ ગુપ્તિ પાળે. અર્થાત્ જીવરક્ષા થાય વ્રતની યતના થાય એ રીતે ચાલે, બેલે બેસે, ઊઠે, ભિક્ષા લે.” વગેરે. ગૃહસ્થ શ્રાવકને પણ સામાયિક, કત, નિયમ. દેવગુરુ-ભક્તિ વગેરે અનુષ્ઠાને એવાં બતાવ્યાં છે કે જે વિધિ-નિષેધથી સહેજ પણ વિરુદ્ધ તે જતાં નથી, ઉપરાંત વિધિ-નિષેધને અનુરૂપ છે. ત્રીજી પરીક્ષાઃ પૂર્વ બેને અનુરૂપ ત-સિદ્ધાંત - ધર્મની તાપ-પરીક્ષા એ છે કે વિધિ-નિષેધ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy