________________
જગતનું સજન અને સંચાલન
પ્રયાગ ઉત્પાદ -
આ ઉપરથી સમજાશે કે આ જગતમાં થતાં સને પાછળ જીવ અને જડ એ બે તત્વ કામ કરી રહ્યાં છે. જીવને પિતાના કર્મ ભોગવવાનું તેવા તેવા શરીર દ્વારા થાય છે. વળી એમાં પાછા જીવની મિથ્યા વાસના, તેવી તેવી લાગણીઓ, (દા. ત. વનસ્પતિકાયમાં પણ ભય, લજજા, મેહની લાગણીઓ), મૂઢતા તેમજ કાયિક પ્રવૃત્તિ વગેરે દ્વારા નવાં નવાં કર્મની રજ ચાટે છે. એ કર્મને વિપાક થતાં વળી તેવાં તેવાં સર્જન થાય છે. જીવ એક શરીરમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં,.. એમ પસાર થતું રહે છે. આમ સમસ્ત વિશ્વની આવી વિચિત્ર સજનની ઘટમાળ ચાલ્યા કરે છે. આને પ્રગ-ઉત્પાદ કહે છે. વિસૂસા-ઉત્પાદ -
જીવના સહારા વિના એકલા જડનાં પણ સર્જન થાય છે જે વિસૂસા-ઉપાદ કહેવાય છે. દા. ત. સંધ્યાના રંગ, મેઘનાં ગર્જન શબ્દ, વરાળ, ધૂમાડે, છાયા, અંધકાર, અદશ્ય અણુમાંથી મેટા મેટા સ્કઘ ઈત્યાદિ વિશ્વમાં આ બધું સર્જન-સંચાલન અનાદિ કાળથી ચાલ્યું આવે છે. કારણપૂર્વક જ કાર્ય કારણ વિના કાર્ય નહિ -
કોઈપણ કાર્ય કારણ-સામગ્રી વિના બની શકે જ નહિ. એટલે ક્યારેક પહેલાં આ વિશ્વમાં કશું જ નહતું, અને પછી જીવ અને જડ અચાનક ફૂટી નીકળ્યાં, અગર એકલે જડ પદાર્થ પહેલાં હતું અને પછી જીવ પદાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org