SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ (સ્વાદુવાદ) ઃ સપ્તભંગી-અનુગ ૨૯૯ વસ્તુ નવી બીજી ક્ષણે આ ક્ષણની મટી જુની અતીત રૂપે થઈ, પણ વતુરૂપે તે રહી જ. આમ વસ્તુમાં પર્યાયરૂપે ઉત્પત્તિ, વિનાશ રહે છે, અને દ્રવ્યરૂપે ધ્રૌવ્ય ઐય રહે છે. આ સાધારણ દષ્ટાંતો છે. ખરી રીતે દરેક પદાર્થ ક્ષણભંગુર છે - આ વાત પ્રભુએ કેવળજ્ઞાનથી જોઈ અને ધ્યાનથી અનુભવેલી. આજનું વિજ્ઞાન પણ આ બતાવે છે. દરેક અણુની અંદર રહેલા પરમાણુ દરક્ષણે ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે; છતાં વસ્તુ સ્વરૂપે તે આપણને તેવી જ દેખાય છે. એ બ્રાહ્મ દેખાય તે ધ્રોવ્ય અને અંદરથી ભાંગવું અને ઉત્પન્ન થવું તે ઉત્પાદવ્યય. - આખા વિશ્વમાં આ સ્થિતિ છે. સદાનું કાયમ ગણાતું આકાશ પણ એકાંતે એકલું નિત્ય જ છે એવું નથી; કિન્તુ અનિત્ય પણ છે. દા. ત. આકાશ ઘટાકાશરૂપે પરબ-આકાશરૂપે અનિત્ય છે. પરબની ઝુંપડી બનાવી ત્યારે એટલું પરબાકાશ નવું ઉત્પન્ન થયું. વળી એ તૂટી ગઈ ત્યારે એ પરાકાશ નષ્ટ થયું. આ પબાકાશ કાંઈ આકાશથી જુદી ચીજ નથી. માટે આકાશ જ તે રૂપે ઉત્પન્ન અને નષ્ટ થયું કહેવાય જ્યારે તે આકાશરૂપે કાયમ છે. વિશ્વની વસ્તુમાત્રમાં ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યની મહાસત્તા વ્યાપેલી છે. સપ્તભંગી જ વસ્તુદ્રવ્યમાં અનંત પર્યાય, અનંત ધમ રહે છે. તેથી વસ્તુ અનંત-પર્યાયામક અનંત-ધર્માત્મક હોય છે. એમાં તે તે ધર્મ તે તે અપેક્ષા હોય છે, અને બીજી અપેક્ષાએ નથી હતા. આ અપેક્ષા પર સાત જાતના પ્રશ્ન ઊઠે છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy