________________
૨૮૮
જેન ઘરને પરિચય
અપરંપાર ધર્મ એનામાં છે. આ અન્વયી ધર્મો છે; વસ્તુમાં અસ્તિત્વ સંબંધથી જોડાયેલા એ અન્વયી ધર્મ એને સ્વપર્યાય કહે છે, એમ દીવામાં પાણીની કાર્યતા નથી, શ્યામ રૂપ નથી, શીત કે કઠિન સ્પર્શ નથી..... વગેરે વ્યતિરેકીધર્મ છે. નાસ્તિત્વ સંબંધથી જોડાયેલા, તે વ્યતિરેકી ધર્મ કહેવાય. એને પરપર્યાય કહે છે.
આ ધર્મોમાંથી તેવી તેવી અપેક્ષાએ કેઈ ધર્મનેઅંશને આગળ કરીને વસ્તુનું જ્ઞાન કરાય તે નયજ્ઞાન છે. દા. ત. “મનું અમદાવાદમાં રહે છે.” જો કે એ ભારતમાં ય રહે છે, ગુજરાતમાં ય રહે છે, અને અમદાવાદમાં પણ અમુક પોળમાં રહે છે. છતાં અહીં બીજા શહેરોની અપેક્ષાએ ખાસ અમદાવાદને ઉલ્લેખ કરી જ્ઞાન કર્યું.
એમ મનુના બીજા ધર્મો,- ઉંમર, ઉંચાઈ, આરોગ્ય, ભણતર, વગેરેને પણ અહીં લક્ષમાં ન લીધા. નહિતર એમ કહેવાય કે “કુમાર મનુ” યા “૧૪ વર્ષને કે ૧૩ વર્ષ ૬ મહિનાને મનુ'... ઈત્યાદિ.
વસ્તુમાં અમુક અપેક્ષાએ નિશ્ચિત થતા અંશથી વસ્તુને થત બેધ યા શાબ્દિક વ્યવહાર તે નય કહેવાય. નય ૭ છે.
૯ ૭ નચ ૯ નય જ્યારે વસ્તુનું અંશે જ્ઞાન કરે છે, ત્યારે એ સમજાય એવું છે કે તે તે અંશનું જ્ઞાન કેઈ દષ્ટિબિંદુના હિસાબે કરશે. માટે નયને દૃષ્ટિ પણ કહેવામાં આવે છે. આના ભેદ તો જેટલા વચનપ્રકાર તેટલા બની શકે; પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org