________________
સાધુધર્મ (સાધ્વાચાર)
૨૨૧ વધતાં ઘરવાસ, કુટુંબ-પરિવાર, માલ-મિલકત અને આરંભ-સમારંભનાં જીવન પ્રત્યેથી અત્યન્ત ઊભગી જઈ એને ત્યાગ કરી દે છે, અને યોગ્ય સદૂગુરુના ચરણે પિતાનું જીવન ધરી દે છે, અહિંસા સંયમ અને તપનું કઠેર જીવન જીવવા તૈયાર રહે છે.
ગુરુ પણ એને ચકાસી જોઈ અરિહંત પરમાત્માની સાક્ષીએ મુનિદીક્ષા આપી જીવનભરના સાવદ્ય વ્યાપાર [પાપ પ્રવૃત્તિના ત્યાગરૂપ સામાયિકની પ્રતિજ્ઞા કરાવે છે. હવે એને પૂર્વનું કાંઈ જ યાદ ન આવે માટે એનું નામ પણ નવું સ્થાપિત કરે છે. આ નાની દીક્ષા થઈ, “સામાયિક ચારિત્ર’ થયું.
એ પછી એને સાધ્વાચાર અને પૃથ્વીકાયાદિ ષડજીવનિકાયની રક્ષાની સમજ તથા તાલીમ અપાય છે. ત્યારબાદ એને તપ સાથે સૂત્રના દ્વહન કરાવાય છે. બાદ યોગ્ય જણાતા એને સૂકમપણે હિંસાદિપાપ મન, વચન, કાયાથી કરું નહિ, કરાવું નહિ, ને અમેદું નહિ, એવી ત્રિવિધ વિવિધ પ્રતિજ્ઞા કરાવાય છે. આ અહિંસાદિ મહાવ્રતનું ઉચ્ચારણ એ વડીદીક્ષા કહેવાય છે. એ
દેપસ્થાપનીય ચારિત્ર' છે. એમાં પૂર્વ-ખલિત ચારિત્રપર્યાયના છેદ સાથે મહાવ્રતોમાં ઉપસ્થાપન છે.
સાધુની દિનચર્યામાં રાત્રિને છેલ્લે પહોર શરૂ થતાં નિદ્રા છેડી પંચપરમેષ્ઠી -સ્મરણ, આત્મનિરીક્ષણ તથા ગુરુચરણે નમસ્કાર કરે છે. પછી ઈરિયાવહિય કરી કુસ્વપ્નશુદ્ધિને કાર્યોત્સર્ગ કરવાપૂર્વક ચૈત્યવંદન કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org