SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રત-નિયમ ૧૮૯ મળે છે. એક મહિનામાં કુલ મુસિહિયં પચ્ચકખાણુના કલાકે ગણતાં ૨૫ ઉપર ઉપવાસ જેટલું લાભ થાય. આના ઉપરાંત શુકલ-કૃષ્ણ પક્ષની બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ અને પુનમ તથા અમાવાસ્યા એ બાર તિથિએ ખાસ કરીને બેયાસણ (બેસણું = દ્વયશન), એકાસણું, નવી, આયંબિલ, ઉપવાસ વગેરે તપ કરવામાં આવે છે. બેસનમાં દિવસભરમાં બે બેઠકથી અધિક વાર ભજન નહિ. બાકીના સમયમાં ચાર આહારના યા પાણી સિવાય ત્રણ આહારના ત્યાગના પચ્ચખાણ હોય છે. એકાસણમાં દિવસે માત્ર એક જ બેઠકે આહાર, બાકી દિવસે અને રાત્રે ત્યાગ. લુખ્ખી નવી–એકાસણામાં દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ (સાકર) અને કઢા (કઢાઈમાં તળેલું વગેરે), એ છે વિગઈને ત્યાગ તથા ફળ, મેવા, લીલા શાકને ત્યાગ. આયંબિલમાં તે ઉપરાંત હળદર, મરચું, કોકમ, આંબલી, રાઈ, ધાણા, જીરું વગેરે મસાલાને પણ ત્યાગ; એટલે કે પાણીમાં રાંધેલ લુખા ભાત, લુખી રોટલી, દાળ વગેરેથી એકાશન કરવાનું હોય છે. ઉપવાસમાં દિવસ-રાત્રિભર માટે ભેજનને ત્યાગ હેય છે, દિવસના કદાચ લેવું હોય તો માત્ર પાકું ઉકાળેલું પાણી લઈ શકાય. આ બેસણાથી માંડીને ઉપવાસ સુધીના તપમાં પાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy