________________
૧૭૪
જૈન ધર્મને પરિચય
દ્રવ્યસામગ્રીને સદુપયોગ કરે, કેમકે જિનેશ્વર ભગવાન જ પરમપાત્ર છે–સર્વોત્તમ પાત્ર છે. એમની ભક્તિમાં થેડી ય સમપેલી લક્ષમી અક્ષય લક્ષ્મી બની જાય છે. પંચાશકશાસ્ત્ર કહે છે-જેમ સમુદ્રમાં નાખેલું એક પાણીનું ટીપું પણ અક્ષય બની જાય છે એમ જિનેન્દ્રભગવાનના ચરણે ધરેલી
ડી પણ લક્ષ્મી અક્ષય લક્ષ્મી બને છે; આ દર્શન-પૂજાની વિધિ આગળ વિચારશું.
દ્રવ્યપૂજા પછી ભાવપૂજામાં ખૂબ ઉલ્લાસથી ગદગદ સ્વરે હૈયું રડું રડું થતું હેય એ રીતે ચૈત્યવંદન કરવું. એમાં અંતે “યવયરાય” સૂત્રથી ભવનિર્વેદ, માર્ગાતુસારિતા વગેરે ખાસ લક્ષ રાખી આજીજીપૂર્વક માગવું; આપણને એમ લાગે કે મારે આ જોઈએ છે. સૂત્રને માત્ર પિપટપાઠ નહિ કરી જવાને.
પછી શ્રાવક ઘરે આવી અભક્ષ્ય-ત્યાગ, દ્રવ્યસંકોચ અને વિગઈ (રસ)ના નિયમપૂર્વક ઊદરી રાખી ભજન પતાવી, નમસ્કારમંત્રાદિ ધર્મમંગળ કરીને જીવન-નિર્વાહ માટે અર્થચિંતા કરવા જાય. ધર્મમંગળ એટલા માટે કરે કે ધર્મ-પુરુષાર્થ એજ શ્રેષ્ઠ પુરુષાર્થ છે. તે બીજા પુરુષાર્થના મોખરે એને રાખવું જોઈએ. ધંધામાં જુઠ, અનીતિ, દંભ, નિર્દયતા વગેરે ન આચરાઈ જાય, એની ખૂબ કાળજી રાખવી. લેભ ઓછો કરે, કમાઈમાંથી અડધે ભાગ ઘરખર્ચમાં, ( ભાગ ઘરખર્ચમાં . ભાગ વેપારમાં.) પા ભાગ બચત ખાતે અને પા ભાગ ઘાર્મિક કાર્યમાં જ.
સાંજના ભોજન એવી રીતે પતાવવું કે સૂર્યાસ્તની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org