________________
શ્રાવકની દિનચર્યા અને પર્વ
૧૭૩
લાખ કેડ, અને અડૂમથી ૧૦ લાખ કોડ વરસની નરકવેદનાનાં પાપ નષ્ટ થાય છે. પચ્ચકખાણ ધાર્યા પછી જિનમંદિરે જઈ પરમાત્માનાં દર્શન, પ્રણામ અને સ્તુતિ કરવી. પ્રભુદર્શન કરતાં આપણને ઉચ્ચ મનુષ્ય ભવ, ધર્મ-સામગ્રી તથા આવા પ્રભુની પ્રાપ્તિ વગેરે પુણ્યાઈ મળ્યામાં પ્રભુને જ મહાન ઉપકાર છે,” એ યાદ કરી ગદગદ થવું. ચિંતામણિથી ય અધિક દર્શન પ્રભુએ આપ્યું અને એ અતિ હર્ષ થાય અને પ્રભુના અનુપમ ઉપકાર ઉપર કૃતજ્ઞભાવ યાદ કરાય કે રોમાંચ ખડા થાય! આંખ અશ્રુભીની થાય. પછી ધૂપ, દીપ, વાસક્ષેપ વગેરે પૂજા તથા ચૈત્યવંદન–સ્તવના કરી પચ્ચકખાણ ઉચ્ચરવું. પછી ઉપાશ્રયે ગુરુ પાસે આવી વંદના કરી સુખશાતા પૂછવી અને એમની પાસેથી પચ્ચકખાણ લેવું. એમને ભાત-પાણી, વસ્ત્ર, પાત્ર, પુસ્તક ઔષધને લાભ આપવા વિનંતિ કરવી
પછી ઘરે આવી જે નવકારશી પચ્ચખાણ હોય તે જ્યણાપૂર્વક તે કાર્ય પતાવી, ગુરુમહારાજ પાસે આવી આત્મહિતકર અમૂલ્ય જિનવાણી સાંભળવી. કંઈક ને કંઈક વ્રત, નિયમ અભિગ્રહ કરે, જેથી સાંભળેલું લેખે લાગે અને જીવન આગળ વધાય.
મધ્યાહ્ન ને બપોરે - ત્યારબાદ જીવજંતુ ન મરે એ કાળજી રાખી પરિમિત જળથી સ્નાન કરી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવી. પૂજામાં પોતાની શક્તિને ગેપગ્યા વિના પિતાના ઘરના દૂધ, ચંદન, કેસર, પુષ્પ, વરખ, અગરબત્તી, ધૂપ, દીપક, અક્ષત, ફળ, નૈવેદ્ય વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org