SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકની દિનચર્યા અને પર્વ ૧૭૧ રહે પાછલી રાત.” આત્મહિતાથી શ્રાવકે પાછલી રાત ચાર ઘડી અર્થાત્ અંદાજ દેઢ કલાક બાકી રહેતાં નિદ્રામાંથી જાગ્રત થઈ જવું. જાગતાં જ “નમે અરિહંતાણું” યાદ કરવું. પછી વિનય સચવાય એ માટે પથારી પર બેસીને નહિ, પણ પથારીમાંથી બહાર નીકળીને મનમાં પંચ પરમેષ્ઠીને નમન કરતાં ૭-૮ વાર ભાવથી નમસ્કાર મંત્ર ભાણે, હૃદયકમળની કણિક અને ૮ પાંખડીમાં એ ચિંતવી શકાય. પછી ધર્મજાગરિકા અર્થાત્ આત્મચિંતા કરવી કે “હું કેણુ? ક્યાંથી આવ્યા? કયાં જવાનો? મારું ધર્મસ્થાન કર્યું ? અહીં શું કર્તવ્ય છે? આ કે કે અવસર? કેવા દેવ, કેવા ગુરુ મળ્યા છે ? અને એને સફળ કરવા માટે શું ઉચિત છે?....' નવકારના લાભ : નવકાર–નમસ્કાર મહામંત્ર એમાં અરિહંત-સિદ્ધઆચાર્ય–ઉપાધ્યાય-સાધુ, એ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરાય છે. એ સમસ્ત મંત્રોમાં શિરોમણિ છે; કેમકે (૧) કઈ પણ મંત્ર સાધતાં, કે શાસ્ત્ર ભણતા પહેલાં, નવકાર-મંત્ર યાદ કરવાને છે. (૨) નવકાર એ જિનશાસનને સાર છે; (૩) સંક્ષેપમાં ચૌદ પૂર્વના ઉદ્ધરણરૂપ છે; કેમકે પરમેષ્ઠી એટલે સામાયિક અને સામાયિક એ ચૌદ પૂર્વને સંક્ષેપ છે. (૪) માત્ર અંતકાળે નવકાર પામેલાને પણ સદ્ગતિ મળી છે, અને (૫) અહીં પણ નવકાર યાદ કરનારની આપત્તિઓ મટી છે; એને સંપત્તિ પ્રાપ્ત થઈ છે. (૬) નવકાર મંતરાયે દૂર કરે છે અને શ્રેષ્ઠ મંગળરૂપ બને છે. (૭) એક જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy