________________
૧૬
જૈન ધર્મને પરિચય
એ વિના સમ્યકત્વ રનની શુદ્ધિ ક્યાંથી થાય?
૪. જુવ્યવહારી બનવા ખોટું મિશ્ર કે વિસંવાદી ન બોલતાં યથાર્થ બેલવું, જેથી બીજાને અધિબીજ અને જેથી ભાવવૃદ્ધિ ન જન્મે. શ્રાવકે સરળ વ્યવહારી જ બનવું ઘટે. ૨. પ્રવૃત્તિ કે વ્યવહાર બીજાને ઠગનારો નહિ, પણ નિષ્કપટ કરે. ૩. ભૂલતા જીવોને ભૂલના અનર્થ બતાવવા અને ૪. સૌની સાથે દિલને મૈત્રીભાવ રાખવે.
૫. ગુરુશુશ્રવુ બનવા, ૧. ગુરુને જ્ઞાનધ્યાનમાં વિદન ન થાય એ રીતે એમની તે તે કાળને ઉચિત અનુકૂળ સેવા જાતે કરવી. ૨. બીજાને ગુરુના ગુણાનુવાદ કરી સેવાકારી બનાવવા. ૩. ગુરુઓને સ્વતઃ પરતઃ જરૂરી દવા વગેરેનું - સંપાદન કરવું અને ૪. સદા બહુમાન રાખી ગુરુની ઈચ્છાને અનુસરવું.
૬. પ્રવચનકુશળ બનવા ૧-૬. સૂત્ર-અર્થ –ઉત્સર્ગઅપવાદ-ભાવ અને વ્યવહારમાં કુશળ થવું. અર્થાત ૧. શ્રાવકને રોગ્ય સૂત્ર = શા ગેખવા-ભણવા. ૨. એને અર્થ સાંભળસમજ, ૩-૪. ધર્મમાં “ઉત્સ” એટલે કે મુખ્ય માર્ગ કર્યો? તેમજ કેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવમાં ક્યારે ક્યા વિષયમાં અપવાદ સેવાય? એ જાણવું. પ. “ભાવ” અર્થાત સર્વ ધર્મ સાધના વિધિપૂર્વક કરવા પક્ષપાત રાખે અને ૬. કેવા કેવા દેશ-કાલને યોગ્યશાસ્ત્રજ્ઞ ગુરુને કે કે વ્યવહાર અર્થાત્ વર્તાવ હોય છે, તે સમજવું. એના લાભાનુલાભ સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org