SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જૈન દર્શનનું દિગ્દર્શન કરે જૈન દર્શન એટલે જિન કથિત દર્શન. જિન એટલે રાગ-દ્વેષને સર્વથા જીતનારા. આવા મધ્યસ્થ નિર્દોષ અને જ્ઞાની–મહાપુરૂએ ફરમાવેલ ધર્મ એજ જૈન ધર્મ. આ જિન ભગવાનને જિનેશ્વર, તીર્થકર, અરિહંત કે દેવાધિદેવ પણ કહેવામાં આવે છે. આ તિર્થંકર દેવ રાજવંશી ક્ષત્રિયકુલમાં જન્મેલાં હોય છે. અને જન્મથી જ દેવ દેવેન્દ્રોથી પૂજિત હોય છે. તેઓ માતાના ગર્ભમાં આવે ત્યારથી જ નિર્મલ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણ નિર્મળ જ્ઞાનથી યુક્ત હોય છે. યૌવન વયમાં પણ નિર્વિકારી હોય છે. પછી રાજ–વૈભનો ત્યાગ કરી દીક્ષા લઈ કઠેર અહિંસાસંયમ અને તપની સાધના કરે છે. અને એ સાધનાના પ્રભાવે એમને કેવળજ્ઞાન (પૂર્ણ જ્ઞાન) ઉત્પન્ન થાય છે. જે જ્ઞાનમાં ત્રિભૂવન વતી સર્વ જડચેતન પદાર્થોને સાક્ષાત હાથમાં રહેલા આમળાની માફક જુએ છે. અને આ રીતે પોતાના જ્ઞાનમાં સારાયે વિશ્વનું સ્પષ્ટ દર્શન કરે છે. અને અનાદિકાળથી સંસારી જીને જન્મ-મરણથી પીડાતા જોઈને અને રાગશ્રેષાદિ આંતર શત્રુઓથી કચડાયેલા જોઈને એમના હૃદયમાં અપાર કરૂણા ઉત્પન્ન થાય છે. તેઓ જન્મ-મરણથી અને આંતર શત્રુઓથી પીડાતા જીવને સત્ય મેક્ષમાર્ગને ઉપદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy