________________
અને કર્મની. એક છે ચૈતન્યસત્તા અને બીજી છે કર્મસત્તા. કર્મસત્તા બલિષ્ઠ છે પણ આત્મસત્તા તેનાથીય બળવત્તર છે. આત્મસત્તા અને કર્મસત્તાનો સંઘર્ષ તે મોક્ષમાર્ગ અને કર્મસત્તાનો સદંતર પરાજય તે મોક્ષ.
આમ તો સંસારમાં પાંચ મહાસત્તાઓનું સામ્રાજ્ય પ્રવર્તે છે. કાળ એ પ્રબળ સત્તા છે, સ્વભાવ એ પણ એક સત્તા છે જેમાં આપણે કંઈ હસ્તક્ષેપ કરી શકતા નથી. ભવિતવ્યતા એટલે કે અસ્તિત્વ અથવા જગત્ સ્વભાવ એની સામે પણ આપણું કંઈ ચાલે નહિ. આપણે અહીં કેવળ આત્મસત્તા અને કર્મસત્તાની વાત વિસ્તારથી કરી છે કારણ કે બીજી ત્રણ મહાસત્તાઓ સામે આપણે કંઈ કરવાનું નથી, કરી શકીએ તેમ નથી. પણ જ્યાં જે થઈ શકે તેમ છે તેની અહીં વાત કરી છે – આત્મા અને કર્મના સંઘર્ષની. બીજી ત્રણ સત્તાઓનું અસ્તિત્વ આત્મા જો કર્મનો પરાભવ કરે તો તેને માટે સહાયક બની રહે તેવું છે તેથી તેની કંઈ ચિંતા કરવાની નથી. આ છે જૈન ધર્મની આધારશિલા.
'
આધારશિલા
& |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org