________________
આ પુસ્તક વિશેના કેટલાક અભિપ્રાયો
જૈન ધર્મ અને તત્ત્વદર્શનને ગુજરાતી ભાષામાં આલેખતા નાનામોટા અનેક ગ્રંથો અત્યારસુધીમાં પ્રકાશિત થયા છે તેમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલું શ્રી ચંદ્રહાસ ત્રિવેદીનું પુસ્તક ‘જૈન ધર્મનું હાર્દ’ એના અભિગમ અને અભિવ્યક્તિને ધ્યાનમાં લેતાં એક નવી જ ભાત પાડતું પુસ્તક છે.
બ્રાહ્મણકુળમાં જન્મેલા શ્રી ચંદ્રહાસ ત્રિવેદી જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે. જૈન ધર્મનાં વિવિધ પાસાંઓ વિશે તેમણે સારું એવું ચિંતન-મનન કર્યું છે, અત્યાર સુધીમાં તેમણે તવિષયક કરેલાં લખાણો-પુસ્તકો તેનો પુરાવો છે. તેમનું આ પુસ્તક જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સરળ સુગમ શૈલીમાં સમજાવતું વિશિષ્ટ પુસ્તક બન્યું છે. તેમનો અભિગમ વર્તમાન બદલાતા સંદર્ભોમાં વાચકને જૈન ધર્મની નિકટ લાવી શકવાના સામર્થ્યવાળો છે.
લેખકે જૈન તત્ત્વદર્શનના મર્મને યોગ્ય રીતે જાણ્યો છે, પ્રીછ્યો છે, વાગોળ્યોછે,પચાવ્યો છે. તત્ત્વદર્શન જેવા ગહન વિષયમાંથી કેટલું ગાળી નાખવું તે વિવેક લેખકે બરોબર કર્યો છે. શ્રી ચંદ્રહાસભાઈએ શૈલીને હળવી કરી છે તેનો અર્થ એવો થતો નથી કે લેખક વિષયના મુદ્દાઓને ચાતરીને વાત કરે છે. વિષયથી સહેજ પણ ફંટાયા વિના કે વિષયને વધારે પડતો બહેલાવ્યા કે વિસ્તાર્યા વિના જ તેઓ વાચકને બરોબર વિષયની પકડમાં રાખી શક્યા છે. લેખકની વિષય અંગેની પારદર્શિતાને કારણે વાચકનો આવા દાર્શનિક વિષય સાથેનો તાર તરત સંધાઈ જતો લાગે છે. લેખકે પોતાનો આગવો અભિગમ રાખીને નવત૨ શૈલી નિપજાવીને જૈન ધર્મના વિવિધ વિષયોને આવરી લીધા છે.
-
– ડૉ. (પ્રોફે.) કાન્તિભાઈ બી. શાહ, ‘ગુજરાત સમાચાર', ૨૭-૧૧-૯૭ ‘જૈન ધર્મનું હાર્દ’ જૈન તત્ત્વદર્શનનું પુસ્તક છે. આ પુસ્તકમાં જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને લેખકે સાંગોપાંગ સાચવ્યા છેછતાંય તેનો અભિગમ વૈજ્ઞાનિક છે. સાદી સરળ શૈલીમાં જૈન ધર્મના સિદ્ધાંતો સમજાવામાં આવ્યા છે. શૈલી હળવી અને રસાળ હોવાથી પુસ્તક પસંદ પડી જાય તેમ છે. જૈન સમાજની નવી પેઢીને તેમજ જૈનેતર લોકોને આ પુસ્તકના વાંચનથી જૈન ધર્મ વિશેની સાચી સમજણ મળશે. – ‘મુંબઈ સમાચાર’, ૫-૨-૯૮ જૈન ધર્મના અભ્યાસી એવા આ લેખકે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સાંગોપાંગ સાચવવા છતાં તેની વૈજ્ઞાનિક દૃષ્ટિએ છણાવટ કરવાનું દુ:ષ્કર કાર્ય પાર પાડ્યું છે. આ પુસ્તક વાંચવાથી જૈન ધર્મ વિશે અને અન્ય ધર્મો અંગેની ઘણી બધી ભ્રમણાઓનું નિરસન થશે.
-
– દિગંબર સ્વાદિયા (શબ્દલોક), જન્મભૂમિ પ્રવાસી', ૧-૩-૯૮
15
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org