________________
મંગલની વર્ષા
નવકાર મંત્રની વાત કર્યા વિના જૈન તત્ત્વજ્ઞાનની મીમાંસા અપૂર્ણ રહી જાય. બીજી બાજુ નવકાર વિશે એટલું બધું લખાયું છે કે તેમાં કંઈ ઉમેરો કરવા મન થાય નહિ. તેથી નવકાર વિશે કંઈક વિશેષ વિચારણા કરવા મારો આ પ્રયાસ છે.
નવકાર મંત્ર સૂત્રાત્મક છે. નવકારને ચૌદ પૂર્વનો સાર કહે છે તે તેની સૂત્રાત્મકતાને કારણે. નવકારના પ્રથમ ચરણ ‘નમો અરિહંતાણં’માં જૈન તત્ત્વજ્ઞાનનું નિર્દેશન થઈ જાય છે અને તેના સાધનામાર્ગને અપનાવવાનો એકરાર થઈ જાય છે. આ પદમાં કોઈ એક અરિહંતને નમસ્કાર કર્યો નથી પણ અરિહંતોને નમસ્કાર કર્યા છે. અરિહંત એટલે ભગવાન. અરિહંતો એમ બહુવચનમાં ઉલ્લેખ થતાં એ વાતનું પ્રતિપાદન થઈ ગયું કે જૈન ધર્મમાં કોઈ એક ભગવાન નથી પણ ઘણાબધા ભગવાનો છે - અનંતા ભગવાનો છે. ત્યાં તુરત જ વિચાર આવે કે અનંત પરમાત્માઓ ક્યાંથી આવ્યા ? પ્રત્યેક જીવમાં પરમાત્મા બનવાની સંભાવના છે એટલે જે જીવો અરિહંત પરમાત્મા બન્યા, તીર્થંકરો બન્યા તે બધા ભગવાનોને નમસ્કાર. અહીં બે વાતો આવી કે અરિહંતો અનંતા છે અને ઘણા બધા જીવમાં અરિહંત પરમાત્મા બનવાની સંભાવના રહેલી છે. સ્વાભાવિક છે, વિચાર આવે કે ભગવાન કેવી રીતે થઈ શકાય ? તો જેણે દુશ્મનોને હણ્યા છે તે ભગવાન થઈ ગયા. ‘અરિહંત' શબ્દ જ સૂચક છે શત્રુઓ હણનાર. શત્રુ કોણ હશે? તો કષાય અને કર્મ જીવના મૂળ શત્રુ છે જે જીવનો
જૈન ધર્મનું હાર્દ
૧૫
૧૩.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org