SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સમાન અર્થના દ્રાવણમાં ઓગાળીને નવા રૂપે રજૂ કરે છે જે શબ્દોથી પરિચિત હોય છે છતાં મૂળ શબ્દનો પરિચય આપવામાં વધુ અર્થક્ષમ હોય છે. આ પુસ્તકમાંથી પસાર થતાં એટલું તો ચોક્કસ છે કે તેઓને જૈન દર્શનના પદાર્થોનો સ્પષ્ટ અવબોધ થયો છે અને તેનું અનાકુલપણે નિરૂપણ કરવાની સુબોધ શૈલી હાથવગી કરી છે. “ગુજરાત સમાચાર” જેવા દૈનિકમાં તેઓ નિયમિતપણે કાંઈ ને કાંઈ લખતા જ રહે છે તેથી પણ તેઓની કલમ કસાતી રહે છે, તેને કાટ લાગતો નથી અને આવા વિષયના ગ્રંથોના અનુવાદ પણ તેમના હાથે થયા છે, તેથી સહજપણે તેમને ફાવટ આવી છે. અપેક્ષા તો એ છે કે આપણી સમસ્ત ગુજરાતની નવી પેઢી આવા પુસ્તકનું મનનપૂર્વકનું વાચન કરે અને જૈન ધર્મના હાર્દને પોતાના હૃદયમાં સ્થાપન કરે અને એ રીતે જૈન ધર્મના સાચા રાગી બને. અને બીજી પણ આની ફલશ્રુતિ છે કે આના વાચનથી જૈન ધર્મ વિષે અને અન્ય ધર્મ વિષેની ઘણી બધી ભ્રમણાઓનું નિરસન થશે. નવી પેઢીના જિજ્ઞાસુ વાચકોને માટેનો આ ભાવતા ભોજનનો થાળ છે. વાચકોને એક ભલામણ કરવાની લાલચ હું રોકી શક્તો નથી કે તમારી પાસે વધારે સમય ન હોય અને તમને એમ લાગતું હોય કે આ બધું તો અમે જાણીએ છીએ તો પણ તમે પ્રકરણ ૧૦-૧૧ અને ૧૨ જરૂર શાંતચિત્તે વાંચજો. તેથી તમને જરૂર કાંઈક ચૈતન્યનો સ્પર્શ અનુભવાશે અને તમને જાણીતી લાગતી બાબતોની તમે ન જાણતા હો તેવી બાજુઓ નવા તાજગીભર્યા શબ્દોમાં જાણવા મળશે.” તે સમગ્ર સ્વરૂપને જોતાં લાગે છે કે આ પુસ્તકનો ચોક્કસ પ્રસાર થશે અને કોઈને પણ “જૈન ધર્મ શું છે ? એ પ્રશ્નનો નિઃસંશય ઉત્તર મળી રહેશે. અને એ જ આ પુસ્તકનું પ્રયોજન છે. એ પ્રયોજન સિદ્ધ થયું છે એવું મને લાગે છે અને મારી જેમ અન્ય સુજ્ઞ વાચકોને જરૂર લાગશે એવા વિશ્વાસ સાથે અને શ્રી ચંદ્રહાસભાઈની આવી લેખનયાત્રા અવિરામપણે આગે બઢતી રહે તેવા શુભાશીર્વાદ સાથે – દાદાસાહેબ જૈન ઉપાશ્રય – પ્રદ્યુમ્નસૂરિ ભાવનગર, અષાઢ વદ ૧૧ (સં. ૨૦૧૩) 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy