SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે ? ખાલી ભ્રમમાં રહેવું નહિ. પુણ્ય પણ તારું છે અને પાપ પણ તારું છે. તું જે છે કે જે નથી એ માટે તું જ જવાબદાર છે અને કોઈ તને બચાવનાર નથી. બચવાનું તારે જ છે. તે માટે પ્રયાસ તારે જ કરવો પડશે. તરવાનું તારે જ છે માટે બાવડામાં બળ પૂરી, હોડી હંકારીશ તો પાર ઊતરી જઈશ. ભગવાન મહાવીરનો સંદેશ છે કે કોઈ કોઈને શરણ આપી શકતું નથી. હું અનાથ છે, તું અશરણ છે. ભગવાન આ બાબત ઘણા સ્પષ્ટ રહ્યા છે. તેમણે ખોટું આશ્વાસન આપ્યું નથી. તેમણે માણસને અનાથ બનાવી-ગણાવી તેના ઉપર જ સઘળી જવાબદારીનો ભાર મૂકી તેને વાસ્તવિકતામાં ખૂબ સબળ બનાવી દીધો છે. જેણે અશરણ ભાવના પચાવી હોય તે પળનોય પ્રમાદ કર્યા વિના પોતાના જીવનને ઘડવા માટે તત્પર બની જશે. ત્યાર પછીની બે ભાવનાઓ છે એકત્વ અને અન્યત્વ. આ બન્ને ભાવનાઓ ખેડાયેલી જમીનમાં બીજારોપણ કરવા સમી છે. એકત્વનો અર્થ કે હું એકલો જ છું. હર્યાભર્યા સંસારમાં કોઈ મારું નથી. હું એકલો જ આવ્યો છું અને એકલો જ જવાનો છું. જતી વખતે મને કોઈ સાથ નહિ આપે. બધાં સ્મશાન સુધી વળાવવા આવશે પણ તેની આગળ કોઈ આવી શકનાર નથી. જીવ એકલો છે તે એક ભીષણ વાસ્તવિકતા છે જે સ્વીકારવા મનુષ્ય તૈયાર હોતો નથી કારણ કે તેને સંબંધોની હૂંફમાં લપાઈ જવું ગમે છે. પણ જ્યારે સંબંધો સરવા માંડે છે અને માણસને પોતાના એકલવાયાપણાનો ભાવનાયોગ Jain Education International For Private & Personal Use Only ૧૧૧ www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy