________________
કંદમુળ ખાવાની બાબતમાં કે રાત્રિભોજન કે પાણી ગાળવાની બાબતમાં માત્ર રૂઢિ સમજીને તેને તિરસ્કાર કરે છે અને ભૌતિકવાદથી પ્રેરિત થઈ આધુનિક દેખાવવાના મોહમાં ધર્મ પ્રત્યે તિરસ્કાર દાખવે છે. આ બન્ને વૃત્તિઓ જેને સંસ્કૃતિ માટે ખૂબ જ નિરાશા જનક છે.
આ ચર્ચા સમયે પૂજ્ય મહારાજે અને શ્રી રમુભાઈએ કહ્યું કે એક એવું પુસ્તક તૈયાર કરવામાં આવે કે જેમાં આરાધનાની પદ્ધતિનું મહત્વ સમજાવવામાં આવે. ક્રિયાઓ વિશે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરવામાં આવે અને પ્રારંભિક જૈનદર્શનને પણ ખ્યાલ આપવામાં આવે.
શ્રી રમુભાઈએ મારા જેવા અલ્પજ્ઞાનને પ્રેમ અને શ્રદ્ધાથી આ કામ સોંપ્યું અને પ્રકાશનને તમામ ખર્ચ ઉપાડવાની જવાબદારી લીધી. ધર્મકાંચન અને દર્શનમાં રૂચિ લેનાર મારા જીવ આવી પ્રેરણાથી પ્રેરિત થયે અને મે વિવિધ
થેનું અવલેકન કરી આ પુસ્તક તૈયાર કર્યું છે, આ પુસ્તકમાં મે જૈન તરીકે વ્યક્તિએ દિનચર્યામાં શું કરવું જોઈએ? નિયમનું પાલન કેમ અને કઈ રીતે કરવું જોઈએ? અને આચાર્યો દ્વારા નિરુપિત ક્રિયાઓને કેમ કરવી જોઈએ તેની છણાવટ વૈજ્ઞાનિક તર્કો દ્વારા કરી છે. અને રાત્રિ ભજન, ભક્ષાભક્ષ વગેરેને ત્યાગ, વ્રત ઉપવાસને મહિમા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org