________________
[ ૬૮] કરી શકે છે. એટલું જ નહી અનેક પ્રકારના ઉપવાસ કરનાર જ્ઞાનહિત સાધક કરતા સ્વાધ્યાયમાં તત્પર સમ્યફદ્રષ્ટિ પરિણામોને વધુ સારી રીતે વિશુદ્ધ બનાવી શકે છે. સ્વાધ્યાયથી જ્ઞાન વધે છે અને સદ્દવૃતિઓને વિકાસ થાય છે. ધવલામાં કહ્યું છે કે જેઓએ સિદ્ધાંતને ઉતમ પ્રકારે અભ્યાસ કર્યો છે એવા પુરુષનું જ્ઞાન સૂર્યના કિરણની જેમ નિર્મળ હોય છે અને જેઓએ પોતાના ચિતને સ્વાધીન કરી લીધું છે તે એ ચંદ્રમાના કિરણની જેમ નિર્મળ હોય છે પ્રવચનના અભ્યાસથી મેરુની જેમ નિષ્કપ અષ્ટમલરહિત ત્રિમૂળતા રહીત સમ્યકદર્શન પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય કરનારને નર્ક કે તિર્યંચ ગતિ મળતી નથી. વધુમાં કહ્યું છે કે જિનાગમ, જીના મોહરૂપી મળને દૂર કરે છે. અજ્ઞાનને નાશ કરે છે અને મેક્ષપથને પ્રશસ્ત કરે છે. સ્વાધ્યાયને સમજીને જે તેને અમલ કરે છે તેના કર્મોની નિર્જરા થાય છે. સ્વાધ્યાય કરનારમાં જ્ઞાનની વધુ પ્રાપ્તિ માટે જીજ્ઞાસા પણ જરૂરી છે. અને જેમ જેમ તેની જીજ્ઞાસાઓનો ઉકેલ મળતું જાય છે તેમ તેમ તેને અલૌકિક આનંદ મળે છે. અને આવા જિનવચને મનને દ્વિધા મૂક્ત બનાવે છે અને પ્રજ્ઞાવાન બનાવે છે. માણસ માં રહેલી અશ્રદ્ધા, લેકમૂઢતા, દેવમૂઢતા, ગુરુમુઢતાને નિગ્રહ કરે છે. ચંચળ મન સ્થિર બને છે. આત્માનુશાસનમાં એક સુંદર રૂપ રજુ કરીને કહ્યું છે જે શ્રુતસ્કંધરૂપી વૃક્ષ, વિવિધ ધર્માત્મક પદાર્થ રૂપ ફુલે અને ફળોના ભારથી નમેલુ છે, વચનરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org