________________
[ પ ] નીચે એકબીજા ઉપર મૂકીને ટટ્ટાર કરોડરજજુને ૯૦ ના ખુણે અને ગર્દનને ટટ્ટાર રાખી બેસવું જોઈએ અને આંખની દૃષ્ટિ નાકના ટેરવે રાખવી જોઈએ અને પ્રારંભમાં કોઈ મૂર્તિ કે એમ વગેરે ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પ્રારંભમાં આ રીતે બેસવાનું ટટ્ટાર રહેવાનું અઘરું પડશે. દષ્ટિ નાશિકાગ્ર ભાગ ઉપર રાખવામાં પણ કષ્ટ પડશે. લલાટબિંદુમાં દુઃખાવે પણ લાગશે. અને આ શારિરિક પ્રતિકુળતા ને લીધે ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ વિક્ષેપ પડશે. પરંતુ દઢ નિશ્ચય કરીને જે આક્રિયાને અભ્યાસ કરવામાં આવે તે થોડાક દિવસો પછી તે ટેવ બની જશે અને આનંદ સ્વયં પ્રાપ્ત થવા લાગશે અને આનંદ એ બાહ્યવસ્તુ નથી અંતરની અનુભૂતિ છે.
જૈન તિર્થકરોની મૂર્તિ પદમાસન કે ખડગાસન બંને મુદ્રામાં સંપૂર્ણ ગમુદ્રામાં જ હોય છે. આપણે થોડુક વિજ્ઞાનની દૃષ્ટિએ મૂલવીએ તે જેમ યંત્રમાં ઉત્પન્ન થતી ઉર્જાશક્તિ સતત ધારાપ્રવાહ રીતે ફર્યા કરતી હોવાથી તેના માં શક્તિ અને તેજ ઉત્પન્ન થાય છે. ગરમી વધે છે. તેવીજ ઈલેકટ્રીસીટીને સિદ્ધાંત શરીરને પણ લાગુ પડે છે. મનુષ્યના શરીરમાં અને સવિશેષ મસ્તિષ્ક માંથી તેજ કિરણે નિરંતર ઉદ્દભવતા રહે છે. અને ગમુદ્રામાં તે ઉર્જા શરીરમાંજ ફર્યા કરે છે. (સરકયુલેટેડ થાય છે. અને જેમ જેમ ગમુદ્રામાં દઢ થતા જઇએ છિએ તેમ તેમ તે પ્રક્રિયા વધુ તેજ બને છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org