________________
[૧૬૮] કોઈ વસ્તુનું પરિક્ષણ કર્યા પછી એક નિશ્ચિત સત્ય સુધી પહોંચવું હોય તે તેનું પરિક્ષણ વિવિધ દ્રષ્ટિકોણથી કરવું. પડશે. આ પ્રતિપાદન સાપેક્ષવાદ છે. આને લીધે વિજ્ઞાનની નવી ક્ષિતિજો ખુલી અને વસ્તુ મૂલ્યાંકનનું આખું દ્રષ્ટિકોણ બદલાઈ ગયું અને તથ્યની વધુ નિકટ પહોંચવામાં મદદ મળી આમ સ્યાદ્વાદ વસ્તુ તથ્યને તપાસવાની સાપેક્ષાવાદાત્મક કસોટી છે.
સામાજિક દ્રષ્ટિએ
આપણે સમાજમાં રહીએ છીએ સમાજને સાધારણ અર્થ કરીએ તે જ્યાં વિવિધ વર્ણ, ધર્મ, માન્યતા, ભાષા, રીતિ-રીવાજ અનેક વિવિધતાપૂર્ણ લેકને બનેલે સમૂહ એટલે સમાજ જ્યારે આવી વિવિધતા હોય જે કોઈપણ વ્યકિત પોતાની જ માન્યતા, ધર્મ, ભાષા, વગેરેને જ સત્ય માને અને બીજાની ઉપેક્ષા કરે તે સ્વભાવિક રીતે બીજાને પણ તેવીજ ભાવના જન્મ પરિણામે સંઘર્ષ અને હિંસા થાય અને સમાજમાં અરાજકતા, અંધાધુંધી ફેલાય નિયમ કે મર્યાદાઓ નષ્ટ થાય. એટલે સમાજમાં પિતતાની માન્ય તાઓને માનવાની સાથે અન્યની માન્યતાઓ અને ભાવના ઓમાં ડખલ નહિ કરવાથી અને અન્યની ભાવનાઓની કદર કરવાથી પારસ્પરિક શાંતિ રહે છે. અને સમાજ સંગઠીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org