________________
[૧૦૪] ડીક પ્રતિષ્ઠા માટે જે અસત્ય બોલે છે તે અનંત દુઃખને આમંત્રણ આપે છે.
સામાન્ય રીતે લોકો એમ કહેતા હોય છે કે સાચું બેલીએ તે ભૂખે મરીએ અને વેપારી તે જાણે સત્યને બે ગાઉ દૂર જ રાખે છે અને જ્યારે અસત્ય બોલનારાઓને તે સમૃદ્ધિવાન જુએ છે ત્યારે તેને પણ અસત્ય તરફ પ્રેરિત થાય છે. પરંતુ આ માત્ર એક ભ્રમણા છે સત્યથી વ્યવહાર કરનાર અને વ્યાપાર કરનાર નિર્ભિક રીતે વધુ ધન પ્રાપ્ત કરીને યશ પણ પ્રાપ્ત કરે છે. જ્યારે અસત્યથી વ્યાપાર કરનાર ચેરીનેજ આશ્રય લે છે અને દુઃખી થાય છે. અસત્યમાં મિથ્યા ઉપદેશને પણ સમાવેશ થાય છે. એટલે કે સદૈવશાસ્ત્રગુરૂ સિવાયને ઉપદેશ અસત્ય વચન છે. કેઈની ગુપ્ત વાત પ્રગટ કરવી, કેઈની ખોટી વાતે લખવી, ખોટી સાક્ષી પૂરવી, કેઈનું રહસ્ય જાણું કેઈના ઉપર પ્રગટ કરવું તે સર્વ અસત્યમાં ગણાય છે. સત્ય-વચન બોલનારે સૌથી પહેલાં ક્રોધ, લેભ અને ભયને ત્યાગ કરવો જોઈએ અને કેઈની હાંસી-મશ્કરી કરવી જોઈએ નહિ. મને આ કહેતા અતિશયોક્તિ લાગતી નથી કે જે આપણે સૌ જીવનમાં સત્યને ઉતારીએ તે આપણે સરળ જીવન જીવી શકીએ. જે પારસ્પરિક મૈત્રી વધારનાર છે. કદાચ ભૌતિક સુખો ઓછા પ્રાપ્ત કરી શકીશું પરંતુ આત્માનંદ અને સંતોષની મહાન સંપતિ પ્રાપ્ત કરી શકીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org