________________
[૧૦૩] થતી હોય અને રસપૂર્વક નિહાળવું તેમાં પણ હિંસાને દોષ લાગે છે. એટલું જ નહિ કે વ્યક્તિને આપેલું દાન જે તેને હિંસા કરવા પ્રેરે તો એમાં પણ હિંસાદેષની ચર્ચા કરવામાં આવી છે. હિંસા કેઈપણ સંજોગમાં શુભ હેઈ જ ન શકે આમ કેઈને વધ કર, બાંધવું, છેદન કરવું, શકિત કરતા વધારે ભાર ભરે અને અન્નપાન નહિ આપીને દુઃખ પહોંચાડવું તે હિંસા છે. માટે સાચા શ્રાવકે મન-વચનકમથી સંકલ્પી કે આરંભી હિંસા નહિ કરવી જોઈએ
સત્યાણુવ્રત
સત્ય” શબ્દની વ્યાખ્યા કરવાની ભાગ્યેજ જરૂર હોય આજના હિંસા અને અસત્યના યુગમાં પણ સત્યની પ્રતિષ્ઠા રહેલી છે તે જ સૂચવે છે કે સત્ય જીવનને ઉન્નત બનાવવાની સર્વશ્રેષ્ઠ કળા છે. કહ્યું છે કે કષાયભાવપૂર્વક અયથાર્થ ભાષણ કરવું તે અસત્ય છે અને એવા વચન ઉચ્ચારવાં કે જેનાથી કેઈનું અહિત થાય, અપવાદ થાય, આઘાત થાય તેવા વચને સત્યાગ્રુવ્રતમાં દેષરૂપ છે સત્યને સૌથી મોટું તપ ગણવામાં આવ્યું છે અને સત્યવતીનું મન પ્રફુલિત રહે છે. જ્યારે એક અસત્ય બોલનાર તેને છુપાવવા માટે અનેક અસત્ય બેલીને વધુમાં વધુ અસત્યના કાદવમાં ખૂપતે જાય છે અસત્ય બોલનાર હંમેશા દગાબાજ અને સ્વાથી હેાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org