________________
[ ૯૨ ] શુદ્ધિ માટે પણ તે જરૂરી છે ગરમ કરવાથી પાણીના નુકશાન કર્તા ક્ષારો નષ્ટ થાય છે. અને વિજ્ઞાનની ભાષામાં કઠણ જળ નરમ જળ બનીને પાચ્ય બને છે. પ્રત્યેગની દષ્ટિએ એ પણ જાણી શકાયું છે કે ગરમ પાણીના પ્રયોગથી તરશ ઓછી લાગે છે અને વારંવાર પાણી નહીં પીવાથી વારંવાર પેશાબ પણ કરવું પડતું નથી જેથી ત્યાગમાં એકાગ્રતા પણ જળવાય છે જે બાર મહિના ઉકાળેલું પાણી પીવે છે તે શરદીના રોગથી પણ બચે છે. કબજીયાતથી બચે છે અને ધાર્મિક રીતે તેને આત્મસંતેષ પણ મળે છે કહેવત પણ છે કે “જેવું પીવે પાછું તેવી બેલે વાણ” અહિયા પાણીને ભાવાર્થ સાત્વીકતા અને તરલતાથી છે અને ગાળેલું પાણી પણ સ્વાસ્થયની દષ્ટિએ સૌએ સ્વીકાર્યું છે. એ વાત જુદી છે કે જેનેએ તેને ધર્મ સાથે જોડીને ચુસ્ત રીતે પાલન કરવાનું ચાલુ રાખ્યું છે. કહ્યું પણ છે-“પાની પીજે છાનક, ગુરૂ કીજે જાનકે” જૈનધર્મની સૌથી મોટી સિદ્ધિ જ એ છે કે તેણે ખાનપાનમાં પણ સંપૂર્ણ વિજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી છે. જેના મૂળમાં સાત્વીકતા છે. કારણ કે અંતે તે સાત્વીતાને વિકાસ એજ આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણ માટે જરૂરી છે આહાર પછી વિહાર શબ્દ જોડાયેલ છે. વિહાર એટલે જીવવું અર્થાત્ રહેણી-કરણી જેમાં પહેરવેશ વગેરેને સમાવેશ થાય છે સાદગી જેને પામે છે એવા ધર્મમાં મેજ-શેખ કે અબ્રહ્મચર્ય કે વાસના જગાડનાર તને સ્થાન ન હોઈ શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org