________________
[૯૦ ] જન્મે છે. ગરિઠ અને કંદમૂળ વાળા આહાર આળસ જન્માવે છે અને અપચ્ચ તથા મૂત્રરોગો ઉત્પન્ન કરે છે. અને આળસ ને લીધે કાર્યમાં શિથિલતા અને સાધનામાં વિM પડે છે. અને આજે તે ડોકટરો પણ ઓછું. ખાવાની સલાહ આપે છે. કે જેથી પાચનક્રિયા સુધરે અને સ્વાથ્ય વધે. ભૂલમાં પણ અભક્ષ્ય આહાર ખવાઈ ગયા હોય તે તેનું પ્રાયશ્ચિત લેવું જોઈએ. જૈનધર્મમાં બાવીસ પ્રકારના અભક્ષ્ય માનવામાં આવે છે. જેમાં કરા, દેખળાં, રાત્રિભેજન, બહુબજક, રિગણાં, ટેટ, પીપળ, કુંપળ, વડ, પાકર (પંચઉદંબર) કંદમૂળ, મધ, માખણ, મદિરાપાન, ખૂબ પાકેલાં ફળ વગેરેને સમાવેશ થાય છે. મધ, મદિરા, માખણ અને માંસ વિકાર ઉત્પન્ન કરે છે અને તે પ્રકારના અનેક જીવ ઉત્પન્ન થાય છે. જે જનને વધુ સમય રહેવાથી સ્વાદ બદલાઈ જાય તે પણ અભક્ષ્ય ગણવામાં આવે છે. અંકુરિત અનાજ અભક્ષ્ય છે. કારણ કે તેમાં એકેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે. વાસી દહીં કે છાસ પણ અભક્ષ્ય ગણાય છે આચાર, મુરબ્બામાં અમુકસમય પછી સ ઉત્પન્ન થાય છે માટે તે પણ ખાવા જોઈએ નહીં એવા અનાજ કે જેમાં જીવડાં પડી ગયા હેય, ધનેડા વગેરે ઉત્પન્ન થઈ ગયા હોય તે ખવાય નહી. દ્વિદલ વનસ્પતિને જેનધર્મમાં દહીં-છાશ સાથે ત્યાગ ગણવામાં આવ્યું છે. કંદમૂળ ખાવામાં અનેક જીવને ઘાત થાય છે તે તે સિદ્ધ થયેલી બાબત છે. માટે તેને ત્યાગ કરવામાં આવે છે.
Jain Education International
વIOnal
For Private & Personal Use Only
www.jainelibrary.org