________________
અને સત્યનિષ્ઠા ભારેભાર દેખાય છે. સત્યકામ જાબાલની વાત બહુ જાણીતી છે. એને એની માતા એના પિતા વિશે કશી જ માહિતી ન આપે અને છતાં એ કુમાર ગુરુ પાસે, છે તેવી હકીકત રજૂ કરે ત્યારે વિદ્વાન અને સત્યપ્રિય ગુરુ એ કુમારની માત્ર સત્યનિષ્ઠાને કારણે જ સત્યકામ કહી પ્રતિષ્ઠા કરે અને હંમેશ માટે દાખલ બેસાડે કે સાચું બ્રાહ્મણત્વ સત્યનિષ્ઠામાં રહેલું છે, તે હકીક્ત ગુરુ-શિષ્ય પરંપરામાં સત્યનું કેટલું ઊંચું સ્થાન હતું એની સૂચક છે. ઉપનિષદમાં આવાં તે સત્યનિષ્ઠા સૂચવતાં અનેક આખ્યાને છે. અહીં ઈશાવાસ્યને એ શાશ્વત મંત્ર યાદ આવ્યા વિના રહેતું નથી ?
हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् ।
तत् त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ॥ १५ ॥ આમાં કષિ પૂષન–દેવ પ્રત્યે પ્રાર્થના કરતાં માગણી કરે છે તે એ છે કે જે કાંઈ સત્યનું પ્રભક આવરણ હેય તે દૂર કર, જેથી સત્યનું ભાન કરાવનાર દષ્ટિ ઊઘડે.
- સિદ્ધાર્થ ગૌતમે છ વર્ષની કઠોર સાધના શા માટે કરી ? જવાબ એક જ છે કે સત્ય જાણવા. જ્યારે સિદ્ધાર્થ મૃગદાવ વનમાં પોતાને ત્યજી ગયેલા પૂર્વ પાંચ સાથીઓ સમક્ષ પહેલવહેલા જાય છે અને તેઓ તેને સાંભળવા તત્પર દેખાતા નથી ત્યારે બુદ્ધ તેમને એક જ વેણથી જીતી લે છે. તે વેણ એટલે એ કે શું ભિક્ષુઓ, હું તમારી સમક્ષ કદી મૃષા બેલે શું ? આ એક જ વેણથી પેલા ભિક્ષુઓ. જિતાઈ ગયા. એ વેણમાં બળ કયું હતું? એક જ બળ અને તે સત્યશોધ અને સત્યનિષ્ઠાનું. આપણે મહાવીરના નામથી અપરિચિત નથી. તે ક્ષત્રિયપુત્રે બાર વર્ષ લગી ઉગ્ર સાધના કરી. તે ધારત તે ત્યાગના પહેલા દિવસથીયે ધર્મોપદેશનું કામ
१. तं होवाच किंगोत्रो नु सोम्यासीति। स होवाच नाहमेतद्वंद्व भो यद्गोत्रोऽहमस्मि । अपृच्छं
मातरं। सा मा प्रत्यब्रवीद्, बह्वहं चरन्ती परिचारिणी यौवने त्वामलभे। साऽहमेतन्न वेद यद्गोत्रस्त्वमसि जबाला तु नामाहमस्मि, सत्यकामो नाम त्वमसीति । सोऽहं सत्यकामो जाबालोऽस्मि भो इति ॥ ४ ॥ तं होवाच नैतदब्राह्मणो विवक्तुमर्हति समिधं सोम्याहरोप त्वा નેશે જ સત્યાદા રૂતિ...
छान्दोग्योपनिषद्. ४.४.४. २. एवं वुत्ते भगवा पञ्चवग्ग्यिभिक्खू एतदवोच-" अभिजानाथ मे नो तुम्हे भिक्खवे इतो पुब्बे एवरूपं भासितं एतं ति। नो हे'तं भन्ते ति अरहं तथागतो सम्मासंबुद्धो।"
મહાવ. ૧.૧.૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org