________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવું
તે સંસ્થાન વિચયનો સ્વરુપ છે. अनाद्यंतस्य लोकस्य स्थित्युत्पत्तिव्ययात्मनः । आकृतिं चिंतयेद्यत्र संस्थानविचयः स तु ॥
ઉત્પન્ન થવું, સ્થિર રહેવું અને વિનાશ પામવું એ સ્વરૂપવાળા અનાદિ અનંત લોકની આકૃતિનું જે ધ્યાનમાં ચિંતન કરવું, તે “સંસ્થાન વિચય ધર્મધ્યાન” કહેવાય છે. # વિવેચન - આ દુનિયામાં કોઈ પણ પદાર્થનો દ્રવ્યથી નાશ થતો જ નથી, તેના પર્યાયો બદલાયા કરે છે. એટલે તે દ્રવ્ય એક આકૃતિને મૂકી બીજી આકૃતિમાં ગોઠવાઈ જાય છે, પણ તેથી મૂળ દ્રવ્યનો નાશ થાય છે એમ તો ન જ કહી શકાય. દાખલા તરીકે એક લાંબુ લાકડું છે. તેની પેટી બનાવી, પેટી બની એટલે લાકડાની જે લાંબી આકૃતિ હતી તેનો નાશ થયો. પેટીની ઉત્પત્તિ થઈ અને લાકડુ દ્રવ્ય તે તો પેટી બની તો પણ કાયમ જ રહ્યું. આમ... પેટીની ઉત્પત્તિ, લાંબા લાકડાની આકૃતિનો નાશ અને લાકડાપ દ્રવ્યનું કાયમ રહેવાપણું, એમ એક એક વસ્તુ ત્રણ પ્રકારે છે. તેવી જ રીતે આ દુનિયાની સર્વ વસ્તુઓમાં બન્યા કરે છે, માટે જ વસ્તુતઃ દ્રવ્યનો નાશ નથી. ઉપર શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે, લોક - દુનિયા દ્રવ્યની અપેક્ષાએ અનાદિઅનંત છે, પણ સાદિ-સાત નથી તથા પર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિ અને નાશરૂપ હોય છે અને તેથી કોઈ વસ્તુની સર્વથા આદિ (ઉત્પત્તિ) અને સર્વથા વિનાશ કહી શકાય જ નહીં. આ સ્થિતિ અને વ્યયરુપ લોકની આકૃતિનું એટલે તેમાં રહેલ પદાર્થનું ચિંતન કરવું અને પરવસ્તુથી આત્મદ્રવ્યને વ્યાવૃત્ત કરી લોકસ્વરૂપ ધ્યાનમાં નિમગ્ન કરવું... તે “સંસ્થાન વિચય ધર્મધ્યાન” કહેવાય છે.
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org