________________
જેન કોસ્મોલોજી-----------
-.-.-.-.-.-લોકવર્ણન
डाणद्रव्य
13
જ કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ જાણવું હોય, તો તે જાણવા માટે “કાળ” આવશ્યક છે, શાસ્ત્રીય દૃષ્ટિએ કાળદ્રવ્ય બે પ્રકારનું છે: (૧) વ્યવહારકાળ, (૨) નિશ્ચયકાળ.. જિ ભૂતકાળ વહી ગયો હોવાથી નાશ પામ્યો છે, ભવિષ્ય કાળ હજુ ઉત્પન્ન થયો નથી, માટે વર્તમાનનો એક સમયરુપ કાળ વિશેષ તે “નિશ્ચય” અને ભૂત-ભવિષ્યાદિની દષ્ટિએ થઈ ગયેલો. થનારો કાળ તે “વ્યવહાર” આ રીતે વ્યવહારકાળના અનેક વિભાગો નીચે મુજબ પ્રચલિત છે. ફ્રિ વ્યવહારકાળ : અઢીદ્વીપ અને બે સમુદ્ર એટલે કે ૪૫ લાખ યોજનાના વિસ્તારવાળા મનુષ્યક્ષેત્રમાં ચંદ્ર-સૂર્ય વગેરે જયોતિષીઓના ભ્રમણથી જે કાળનું પ્રમાણ નિર્ણિત થાય છે તેને વ્યવહારકાળ કહેવાય છે અને તે જૈન સર્વજ્ઞ શાસનમાં સમયાદિથી આરંભી આવલિકા વગેરે અનેક ભેદવાળો છે. જ સમય એટલે સર્વજ્ઞની દૃષ્ટિથી પણ જેના બે ભાગ કલ્પી ન શકાય તેવો અવિભાજ્ય સૂક્ષ્મકાળ તે સમય કહેવાય. (આંખના એક જ પલકારા જેટલા કાળમાં તો અસંખ્ય સમયો (કરોડો-અબજોથી પણ ઘણા વધારે) વ્યતીત થઈ જાય છે આવા અકલ્પનીય અતિ સૂક્ષ્મ કાળનું નામ સમય છે. એની પાસે ૧ પલ તો ઘણી મોટી થઈ પડે છે. આટલું સૂક્ષ્મજ્ઞાન એ જ સર્વજ્ઞ શાસનની બલિહારી છે. જેમ પુદ્ગલદ્રવ્યનો સૂક્ષ્માંશ પરમાણું છે, તેમ કાળદ્રવ્યનો અતિ સૂક્ષ્માંશ સમય છે. જે બંને અતીન્દ્રિયગમ્ય છે,તે કોઈ પણ યાંત્રિક સાધનોથી જોઈ શકતા નથી.) હવે ૯ સમય = ૧ જધન્ય અંતર્મુહૂર્ત. *ચોથા જધયુક્ત અસં.ની સંખ્યા પ્રમાણ સમય=૧ આવલિકા. ૨૫૬ આવલિકા=૧ ક્ષુલ્લકભવ. ૨૨૨૩૬૩૬ આવલિકા=૧ ઉચ્છવાસ વા નિઃશ્વાસ, સાધિક ૧૭ ક્ષુલ્લક ભવ=૧ પ્રાણ. ૭ પ્રાણ=૧ સ્તોક, ૭ સ્તોક=૧ લવ, ૩૮ લવ=૧ ઘડી (૨૪ મિનિટ). ૨ ઘડી-૧ મુહૂર્ત સમય ન્યૂન ર ઘડી ૧ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. ૪િ અન્ય રીતે - નિર્વિભાજય અસંખ્ય સમય=૧ નિમેષ. ૧૮ નિમેષઃ૧ કાષ્ઠા. ર કાષ્ઠા=૧ લવ. ૧૫ લવ-૧ કલા. ૨ કલા= ૧ લેશ. ૧૫ લેશ=૧ ક્ષણ, ૬ ક્ષણ=૧ ઘટિકા (૨૪ મિનિટ). ૨ ઘટિકા=૧ મુહૂર્ત. ૩૦ મુહુર્ત=૧ દિવસ (અહોરાત્ર ૨૫). ૧૫ દિવસ=૧ પક્ષ, ૨ પક્ષ-૧ માસ, ૨ માસ-૧ તું, ૩ ઋતુ વા ૧૮૩ દિવસ વા ૬ માસ-૧ અયન. ૨ અયન=૧ વર્ષ. ૫ વર્ષ ૧ યુગ. ૧૦શત વર્ષ=૧ સહસ્ત્ર વર્ષ. શતસહસ્ત્ર વર્ષ=૧ લક્ષ (લાખ) વર્ષ.૮૪ લક્ષ વર્ષ=૧પૂર્વાગ. ૮૪ લાખ પૂર્વાગ=૧ પૂર્વ. ૮૪લાખ પૂર્વ=૧ ત્રુટિતાંગ - (ઋષભપ્રભુનું આયુષ્ય...) વગેરેથી..., શીર્ષપહેલીકા સુધી’..., અસંખ્યાત વર્ષ=૧ પલ્યોપમ, ૧૦ કોડાકોડી પલ્યોપમ=૧ સાગરોપમ. ૧૦કોડાકોડી સાગરોપમ =એક અવસર્પિણી અથવા ઉત્સર્પિણી. એ ઉત્સર્પિણી અને અવસર્પિણી રુપ બંને મળીને ૨૦ કોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર થાય છે. આ સર્વવ્યવહારિક કાળના ભેદો છે. ટૂંકમાં ભૂત-ભાવિ અને વર્તમાનકાળ તે બધોય કાળ વ્યવહારિક જાણવો. (પલ્યોપમ - સાગરોપમનું સ્વરૂપ આગળ “જાણવા જેવી ભૂમિકામાં આપેલું છે.)
અહીંયા ચઢતો કાળ એટલે કે જે કાળમાં આયુષ્ય-બળ-સંઘયણ-શુભવર્ણ-ગંધ-રસ-સ્પર્શાદિક અનેક શુભભાવોની ક્રમે ક્રમે વૃદ્ધિ થતી રહે તે ઉત્સર્પિણી અને ઉપરોક્ત ભાવોની ક્રમે ક્રમે હાની થતી રહે. (અશુભ ભાવની વૃદ્ધિ હોય) તે કાળને અવસર્પિણી કાળ કહેવાય છે. આ વ્યવહારિક કાળનું સ્વરૂપ છે. (વર્તમાનમાં અવસર્પિણી કાળ ચાલે છે.) જિ નિશ્ચયકાળ દ્રવ્યના વર્તનાદિ પર્યાયરૂપ જે નિશ્ચયકાળ તે વર્તન, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એમ પાંચ પ્રકારનો છે. આ નિશ્ચયકાળનું અહીં ખાસ વિશિષ્ટ પ્રયોજન ન હોવાથી તેની વધુ વ્યાખ્યા કરતા નથી. # આ કાળદ્રવ્ય વ્યવહાર કાળની અપેક્ષાએ “દ્રવ્યથી અનંત, “ક્ષેત્ર'થી ૨ દ્વીપ-સમુદ્ર પ્રમાણમાં, “સૂત્ર'થી અનાદિ અનંત, “માવ''થી વર્ણાદિ ચતુષ્કરહિત અરુપી છે. સૂર્યાદિકની ગતિ વડે જ્ઞાન થનારું મુહૂર્તાદિક વડે અનુમેય એવું આ નિશ્ચય નયે) કાળદ્રવ્ય અસ્તિકાય વિનાનું દ્રવ્ય છે.
* અસંખ્યાતા અને અનંતા એ બન્ને એક મતે ૯-૯ પ્રકારના છે, જ્યારે એક મતે અનંતા ૮ પ્રકારના છે, જે ચતુર્થ ષડશીતિકર્મગ્રંથાદ ગ્રંથોમાંથી જોઈ લેવા ભલામણ છે.
૩૫)
૩૫. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org