SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા આ પ્રમાણે ૧ ઉત્સધાંગુલ પ્રમાણ વાળના સાત-સાત વાર આઠ-આઠ ટૂકડા કરીને, તે પલ્યને ખીચોખીચ ભરતાં, એક ઉત્સધાંગુલ પ્રમાણ જાડા પલ્યના તળિયાના ક્ષેત્રમાં ૨૦,૯૭,૧૫ર રોમખંડો સમાય... એકેક અંગુલના કરેલા રોમખંડોની રાશિને ચોવીસ અંગુલનો એક હાથ હોવાથી ૨૪ ગણા કરીએ તો એક હાથ જેટલી જગ્યામાં ૫,૦૩,૩૧,૬૪૮ (૫ ક્રોડ, ૩ લાખ, ૩૧ હજાર, છસ્સોને ૪૮) રોમખંડો સમાય. પુનઃ એને ૪ હાથનું ધનુષ્ય હોવાથી ૪ ગણા કરીએ તો ૨૦,૧૩, ૨૬, ૫૯૨ (૨૦ ક્રોડ, ૧૩ લાખ, ૨૬ હજાર, પાંચસો ને ૯૨) રોમખંડો ૧ ધનુષ્ય પલ્યક્ષેત્રમાં સમાય, પુનઃ તેને જ ૨૦૦૦ ધનુષ્યનો ગાઉથતા હોવાથી ૨૦૦૦થી ગણા કરીએ ત્યારે ૪,૦૨, ૬૫,૩૧,૮૪000 (૪ખર્વ, અબજ, ૬૫ ક્રોડ, ૩૧ લાખ, ૮૪ હજાર) રોમ રાશિ ૧ ગાઉ જેટલા પત્યના ક્ષેત્રમાં સમાય... ચાર ગાઉનું ૧ યોજન હોવાથી ઉપરોક્ત સંખ્યાને ૪ ગણા કરીએ ત્યારે ૧,૬,૧૦,૬૧,૨૭,૩૬,૦૦) (૧ નિખર્વ, ૬ ખર્વ, ૧૦ અબજ, ૬૧ ક્રોડ, ૨૭ લાખ, ૩૬ હજાર) રોમખંડો ફક્ત એક પલ્યની ૧ યો. લાંબી શ્રેણીમાં સમાય. જયારે બીજા કેટલીક શ્રેણી ભરીએ ત્યારે તો ફક્ત કૂવાનું તળિયું જ ઢંકાય. તેથી તે સમગ્ર તળિયાને વાળાગ્રો વડે સંપૂર્ણ ભરવા માટે ૧,૬,૧૦,૬૧, ૨૭,૩૬,૦૦૦ની ઉક્ત સંખ્યાનો વર્ગ કરીએ એટલે કે પુન) તેટલી જ સંખ્યાએ ગુણીએ ત્યારે ૨૫૯૪૦૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯૬ રોખ ખંડો વડે કેવળ તળિયું જ પથરાઈ રહે. આટલી વાળ સંખ્યામાં એક જ પ્રતરરચના થઈ કહેવાય. પૂર્વોક્ત સંખ્યા પ્રમાણ બીજા વાળના પ્રતરો (પડો) ભરીએ તો સમગ્ર કૂવો ભરાઈ રહે. આ ગણત્રી ધનવૃત્ત કરવાની હતી, પરંતુ અત્રે ઘનચોરસ કૂવાની થઈ ત્યારે હવે એ રોમખંડને તેટલા જ રોમખંડ વડે પુનઃગુણીએ તો ૪૧૭૮૦૪૭૬૩૨૫૮૮૧૫૮૪ર૭૭૮૪૫૪૦૨૫૬૦OOOOOOOO આટલા રોમખંડો વડે ઘનચોરસ કૂવો ભરાય ઘન વૃત્ત કૂવો ભરવા માટે આવેલ સંખ્યાને ૬૧૯ ગણી કરી ૨૪ વડે ભાગીએ તો ૩૩ ક્રોડ, ૭ લાખ, ૬૨ હજાર, ૧૦૪ કોડાકોડી કોડાકોડી, ૨૪ લાખ, ૬૫ હજાર, ૬૨૫ કોડાકોડી કોડી, ૪૨ લાખ, ૧૯ હજાર, ૯૬૦ કોડાકોડી, ૯૭લાખ, ૬૫ હજાર, ૬૦૦ ક્રોડ (૩૩૦૭૬૨૧૦૪ કોડાકોડી કોડાકોડી, ૨૪૬૫૬૨પ કોડાકોડી કોડી, ૪૨૧૯૯૬૦કોડાકોડી, ૯૭,૬૫,૬૦૦,OOOOOOO) આટલી વાલીગ્રોની રાશિઓ વડે સંપૂર્ણ કૂવો ભરાઈ રહે. આ વાળોને ખીચો ખીચ ભરવાના ને તે એવી રીતે નિબિડ ખીચોખીચ ભરવા કે તે વાલઝને અગ્નિ પણ બાળી શકે નહિ. પાણી પલાળી શકે નહિ અને ચક્રવર્તી જેવાની મહાસેના તે વાલાગ્ર ઊપર સ્પર્શ કરતી પસાર થઈ જાય, તો પણ તે વાલાગ્ર નમે નહિ (દબાય નહિ) આવી રીતે વાલાગ્રોથી નિબિડ ભરેલા કૂવામાંથી એકેક સમયે એ કેક વાલાગ્ર સમૃદ્ધત કરવો ખંડમાં પ્રત્યેક ખંડમાં ત્રીજીવાર આઠ-આઠ ખંડ કરીએ ત્યારે ૫,૧૨, ચોથી વાર ૪,૦૧૬, પાંચમીવાર ૩૨,૭૬૮, છઠ્ઠીવાર ૨,૬૨,૧૯૪ અને સાતમી વાર કરીએ ત્યારે ૨૦,૯૭,૧૫૨ ખંડો, ૧ ઉત્સધાંગલ-પ્રમાણ એક વાળના થાય. (૬) શતક કર્મગ્રંથ ટીકાને વિષે ચોરસનું વૃત્ત કરવા માટે આ વિષયમાં ૧૯ વડે ગુણી અને ૨૨ વડે ભાગવાનું જણાવેલ છે. (૭) જે માટે લોકપ્રકાશમાં કહ્યું છે કે – त्रित्रिखावरसाक्ष्याशावाद्वैयक्ष्यब्धिरसेन्द्रियाः । षद्विपञ्चचतुर्द्वर्येकां - कांकषट्खांकवाजिनः ॥१॥ पञ्च त्रीणि च षट् किञ्चः नवखानि ततः परः। आदितः पल्यरोमांशराशिसंख्यांकसंग्रहः ॥२॥ ૩૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy