________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
૧૬. પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂપ
૪ તા.ક. આ ગ્રંથમાં ભવનપતિ વગેરે દેવોના આયુષ્ય પ્રસંગે તથા અન્ય પદાર્થોનાં વિવરણ પ્રસંગે પલ્યોપમ, સાગરોપમ, પુદ્ગલ - પરાવર્ત વગેરે શબ્દોનો ઉલ્લેખ આવ્યો હતો, જો કે સામાન્ય રીતે અસંખ્યાતા વર્ષનો ૧ પલ્યોપમ અને ૧૦ કોડાકોડી પલ્યોપમનો ૧ સાગરોપમ થાય છે. પરંતુ અસંખ્ય સંખ્યા કેટલી મોટી છે? તથા પલ્યની ઉપમા દ્વારા અને સાગરની ઉપમા દ્વારા એ કાળ પ્રમાણો કેવી રીતે લાવી શકાય છે તે સમજવું ખૂબ જ જરૂરી હોઈ ગ્રન્થાતરથી તેનું વિસ્તૃત સ્વરૂપ અહીં આપવામાં આવે છે.
આ જ વિભાગમાં આવેલ ૧. જૈન માન્યતાનુસારે લોકવર્ણનમાં બતાવેલ (૧.૧૮) કાળ-માપમાં પલ્યોપમ (૬ પ્રકારે) કહેવાયું છે તે આ પ્રમાણે જાણવું – (૧) ઉદ્ધાર પલ્યોપમ, (૨) અદ્ધા પલ્યોપમ, (૩) ક્ષેત્ર પલ્યોપમ, તે પ્રત્યેકના સૂક્ષ્મ-બાબર એમ ૨-૨ ભેદ કરતાં એકંદરે ૬ ભેદ થાય છે. એ જ રીતિએ સાગરોપમના પણ ૬ પ્રકાર સમજવા....
(૧) બાદર ઉદ્વાર પલ્યોપમ ઉત્સઘાંગુલના માપ વડે? (પ્રમાણ વડે) બનેલા ૧ યોજન ( ગાઉ) ઊંડા ઘનવૃત્ત કૂવાને (લંબાઈ, પહોળાઈ અને ઊંડાણ ત્રણેનું પ્રમાણ સમાન હોવાથી ઘનવત્ત કહેવાય છે.) જેનો પરિઘ ૩ યોજના લગભગ થાય છે, તે કૂવાને સિદ્ધાંતોક્ત અભિપ્રાય મહાવિદેહ ક્ષેત્રવત મેરુપર્વતની સમીપમાં આવેલા દેવગુરુ અને ઉત્તરકુરુક્ષેત્રનાં યુગલિક મનુષ્યોના મુંડાવેલા મસ્તકના એકથી સાત દિવસનાં ઊગેલા "વાલાગ્ર વડે ભરવો.
પ્રવચન સારોદ્ધાર અને સંગ્રહણીવૃત્તિમાં તો મસ્તક મુંડાવ્યા બાદ એક, બે યાવત્ , ઉત્કૃષ્ટથી સાત દિવસના ઊગેલા વાલાઝો લેવા એટલું જ માત્ર કથન કરેલું છે એટલે કે અમુક ક્ષેત્રાશ્રયી લેવાનું સૂચવ્યું નથી. ક્ષેત્રસમાસસ્વીપજ્ઞવૃત્તિના અભિપ્રાયે દેવક-ઉત્તરકુરુનાં ઉત્પન્ન થયેલા આ ક્ષેત્રવત યુગલિકોના વાળ સૂક્ષ્મ છે માટે) સાત દિવસના ઘેટાના એક ઉત્સધાંગુલ પ્રમાણ એક જ રોમના ૭ વાર, આઠ-આઠ ખંડ કરીએ ત્યારે ૧ ઉત્સધાંગુલ માપના ૧ વાળના સર્વ મળીને ૨૦,૯૭, ૧૫ર રોમ ખંડ થાય આવા અતિ સૂક્ષ્મ કરેલા રોમખંડો વડે આ પલ્ય ભરવો ઈત્યાદિ સાંપ્રદાયિક (ગુરુ-પરંપરાનો) અર્થ છે.
(૧) આપણું ચાલુ માપ તે... (૨) આ અભિપ્રાય થોત્રસમાસ ને જંબુદ્વીપપ્રજ્ઞપ્તિની વૃત્તિનો છે. તેમજ જિનભદ્રગણી ક્ષમાશ્રમણનો પણ એ જ અભિપ્રાય છે. (૩) યુગલિકોને મુંડન હોતું નથી પણ દષ્ટાંત ખાતર જણાવ્યું છે. (૪) વાલાઝ એટલે વાળનો અગ્ર ભાગ એમ નહિ પણ “અમુક પ્રમાણ વાળ” લેવો, એટલે ૧ થી ૭ દિવસ સુધીના વધેલા વાળ તે વાલાઝ. (૫) વિવક્ષિત એક રોમના પ્રથમવાર ૮ ખંડ કર્યા - તેને બીજીવાર દરેક ૮ ખંડના આઠ-આઠ વાર કટકા કર્યા ત્યારે ૬૪,૬૪
૩૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org