________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા પછી બીજ-ત્રીજના ચંદ્રનું રિફ્લેક્શન ક્ષેત્ર પૂનમના ચંદ્રના રિફલેકશન ક્ષેત્રે જેટલું સમાન કેમ બની શકે? ઊભા દર્પણના ઊપરના થોડા જ ભાગ ઊપર દીવાનો પ્રકાશ પડતો હોય તો ત્યાંથી રિફલેક્શન થનાર નીચે ઓછી જમીન ઉપર જ પથરાવાનું અને સંપૂર્ણ દર્પણ પર દીવાનો પ્રકાશ પડતો હોય તો તેનું રિફલેકશન ક્ષેત્ર મોટું થવાનું... અસલમાં ચંદ્રનું પોતાનું જ તેજ હોવાથી એના નાના ભાગનાં કિરણ મોટા ભાગના કિરણના સમાન જ ક્ષેત્ર પર પ્રકાશ ફેંકનાર માત્ર પ્રકાશની ઘનતામાં ફરક પડવાનો.
વળી કહે છે સ્ટીમર દૂરથી આવતી હોય ત્યારે પહેલાં એની ઉપરનો સઢ દેખાય પછી એ કિનારા તરફ આગળ વધતાં સઢનો નીચેનો ભાગ એમ ધીરે ધીરે આખી સ્ટીમર દેખાય. એ સૂચવે છે કે પૃથ્વી ગોળ છે. પરંતુ અહીં સવાલ છે કે તો પછી દૂરથી ટ્રેન આવતી હોય એમાં એ પ્રમાણે કેમ નથી દેખાતું કે પહેલાં ઊપરનો ભાગ પછી નીચેનો પછી એની નીચેનો એમ કેમ નથી દેખાતું?
વળી જો પૃથ્વી ગોળ અને ફરતી હોય તો ઝાડ પરથી પંખી પૂર્વ તરફ કલાકના ૧૦ માઈલની સ્પીડથી ઊડ્યું. આજની માન્યતા મુજબ પૃથ્વી પોતાની ધરી પર કલાકના લગભગ ૧, ૧૦૦ માઈલની ઝડપે પૂર્વથી પશ્ચિમ તરફ ગોળ ફરી રહી છે. હવે વિચારો પંખી વિરુદ્ધ દિશા તરફ કલાક ઊડ્યું, તો એ ઝાડથી કેટલે દૂર ગયું?... અહીં એમ દલીલ કરવામાં આવે છે કે જેમ ચાલતી ટ્રેનના ડબ્બામાં માખી અંદરના ચાલતા વાતાવરણ સાથે ઊડે છે તેથી ચાલતી ટ્રેનથી દૂર જતી નથી. એમ અહીં પંખી પૃથ્વી સાથે ચાલતાં ઝાડથી બહુ દૂર ન જાય. પરંતુ એ માખી તો બંધિયાર ડબ્બામાં ઊડે છે તેથી દૂર નથી પડતી કિન્તુ માનો કે ટ્રેન, ડબ્બાની પર બેઠેલી માખી ચાલુ ટ્રેનથી વિરુદ્ધ દિશામાં ઊડે તે જ ટ્રેનની બહાર ટ્રેન સાથે ચાલતા વાતાવરણમાં ઊડી તો ટ્રેન મિનિટના ૦ માઈલની સ્પીડથી જતી હોય. તે માખી પણ એટલી જ સ્પીડથી વિરુદ્ધ દિશામાં ઊડે તો ૧ મિનિટમાં એ પેલા ટ્રેન-ડબ્બાથી ૧ માઈલ દૂર જાય કે નહિ? આમ સામ સામી દિશામાં દોડતી બે ટ્રેન ડબલ અંતર પામે જ છે. આ જ હિસાબે પેલું પંખી પણ ઝાડ પરથી આકાશમાં વિરુદ્ધ દિશામાં ઊડેલું. ૧ કલાકમાં એ ઝાડથી ૧૦૦ માઈલ દૂર જાય કે નહીં? હકીકતમાં એમ બનતું નથી. તેથી પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની વાત ખોટી ઠરે છે.
વળી પૃથ્વી દડા જેવી ગોળ છે. તેના હિસાબે ઉત્તર ધ્રુવમાં ૬ મહિના રાત્રી, ૬ મહિના દિવસ માનવામાં આવે છે પરંતુ દક્ષિણ ધ્રુવમાં ય એ પ્રમાણે હોવાનું ક્યાં શોધાયું છે? વળી આજનું વિજ્ઞાન પૃથ્વીને સ્થિર - સૂર્યની આસપાસ ફરતી માને છે. પરંતુ એમ જો હોય તો ઉત્તરધ્રુવનો સ્થિર તારો બારે મહિના બરાબર એક જગ્યાએ ઉત્તર દિશામાં જ શી રીતે જોવા મળે ? એ તો જો પૃથ્વી થાળી જેવી ગોળ હોય અને સ્થિર હોય તેમજ સૂર્ય ચંદ્ર પ્રદક્ષિણા દેતા હોય તો જ ઉત્તરધ્રુવનો તારો બારે માસ એક જ સ્થાને જોવા મળે. તેમ પેલું પંખી કલાકમાં ૧૦ માઈલ ઊડવામાં પોતાના મુકામથી એટલી જ દૂર જવાનું બની શકે ? તેમજ બીજાના પ્રતિ પ્રકાશ ક્ષેત્ર કરતાં પૂનમનું પ્રકાશ ક્ષેત્ર વધે નહિ તાત્પર્ય-પૃથ્વી દડા જેવી ગોળ - પૃથ્વી એની ધરી પર ફરતી તેમજ સૂર્યની આસપાસ ફરતી રહેવાની માન્યતા ખોટી છે.
(“તત્ત્વજ્ઞાન સ્મારિકા” માંથી સાભાર....)
339
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org