________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
૧ ગતિની ગણતરી કરાતી નથી.
જ સમુદ્રના પેટાળમાં રહેલી સબમરીન ટોરપીડો વડે સ્ટીમરને ડુબાડવા માગતી હોય તો ટોરપીડો સીધો બોટની દિશામાં છોડવામાં નથી આવતો. ટોરપીડોની ઝડપ અને બોટની ઝડપની ગણતરી કરીને અમુક સેકન્ડ પછી ટોરપીડો સપાટી ઉપર પહોંચે ત્યારે બોટ કયાં હશે તેની ગણતરી કરીને ટોરપીડો છોડવામાં આવે છે. તેવી જ રીતે સ્વયંવરમાં મત્સ્યવેધ કરવામાં આવે છે. હવે પૃથ્વી ઉપરથી તોપનો ગોળો છોડીને કોઈ વિમાનને ઉડાવી દેવું હોય તો ગોળો છોડતા અગાઉ વિમાનની ગતિ ઉપરાંત પૃથ્વીની ગતિને પણ ગણતરીમાં લેવી જોઈએ. કોઈ તોપચી વિમાનની ગતિ સાથે પૃથ્વીની એટલે કે તોપની ગતિ ગણતરીમાં લેતો નથી, તેમ છતાં તોપના ગોળા વડે વિમાન વીંધાઈ જાય છે, તે પૃથ્વીને અને તોપને સ્થિર માનીને જ ગોળો છોડે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સ્થિર છે.
૬૭. સૂર્યની ગતિ એકસરખી રહે છે જ આપણે ચકડોળમાં બેઠા હોઈએ ત્યારે આપણને બહારની વસ્તુઓ ફરતી દેખાય છે. બહારની વસ્તુઓ જયારે દૂર હોય ત્યારે ધીરે ધીરે નજીક આવતી દેખાય છે. આ વસ્તુઓ જ્યારે નજીક આવે ત્યારે ઝડપથી પસાર થતી દેખાય છે. ચકડોળની ઝડપ એકસરખી હોવા છતાં આવું બને છે. જો પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી હોય તો આપણને સવારે અને સાંજે સૂર્યની ગતિ ઓછી દેખાવી જોઈએ અને મધ્યાન્હે સૂર્યની ગતિ વધુ દેખાવી જોઈએ. હકીકતમાં આવું બનતું નથી, કારણ કે સૂર્ય પૃથ્વીના કેન્દ્રની પ્રદક્ષિણા કરે છે.
૬૮. ગોફણ અને દોરીનું ઉદાહરણ યોગ્ય નથી. " સૂર્યની આજુબાજુ ગ્રહોનું પરિભ્રમણ સમજાવવા માટે ગોફણનું ઉદાહરણ આપવામાં આવે છે. એક માણસ દોરી વડે ગોફણમાં પથ્થર મૂકીને તેને ગોળ-ગોળ ઘુમાવે છે ત્યારે તેની ઊપર ક્યાં ક્યાં બળોની અસર હોય છે? ગોફણ ચલાવનારનું શરીરબળ પત્થરને દૂર ધકેલવાની કોશિશ કરે છે અને દોરીનું બળ પથ્થરને જકડી રાખવાની કોશિશ કરે છે. આ બે બળનો સરવાળો થતાં પથ્થર ગોળ ગોળ ઘૂમે છે. વિજ્ઞાનીઓ કહે છે કે આ ઉદાહરણ મુજબ સૂર્યને કેન્દ્રમાં રાખીને ગ્રહો ગોફણના પથ્થરની જેમ ગોળ-ગોળ ઘૂમે છે. અહીં ગોફણ ચલાવનારના શરીરબળના સ્થાને પોતાની ધરી ઊપર ઘૂમતા ગ્રહોનું કેન્દ્રત્યાગી બળ કામ કરે છે, જે ગ્રહોને સૂર્યથી દૂર લઈ જવાની કોશિશ કરે છે. અહીં દોરીના બળને સ્થાને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ કલ્પવામાં આવે છે. આ ઉદાહરણમાં જો દોરી તુટી જાય તો પથ્થર ગોળ – ગોળ ઘૂમવાને બદલે એકદમ દૂર ફેંકાઈ જાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે એવી કોઈ દોરી છે કે જે પૃથ્વીને સૂર્ય સાથે બાંધી રાખે છે ? ગુરુત્વાકર્ષણ બળની સરખામણી દોરી સાથે કરી શકાય નહીં. આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી.
૩૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org