________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા ૬૩. કૃત્રિમ ઉપગ્રહની તસવીરો થાળી જેવી ગોળ હોય છે. IS પૃથ્વી દડા જેવી ગોળ હોવાની સાબિતી તરીકે આજકાલ અવકાશમાં ચડાવેલા કૃત્રિમ ઉપગ્રહના કેમેરા દ્વારા ઝડપવામાં આવેલી તસવીરો આપણને બતાડવામાં આવે છે. આ તસવીરોમાં પૃથ્વી દડા જેવી નહીં પણ થાળી જેવી ગોળ દેખાય છે. પહેલી વાત તો એ કે પૃથ્વીને દડા જેવી ગોળ દર્શાવવા માટે ત્રિપરિમાણી કેમેરા (શી-ડી-કેમેરો)ની જરૂર પડે છે. આ પ્રકારના કેમેરા કોઈ સેટેલાઈટમાં જોવા મળતા નથી. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ઝડપવામાં આવેલી તસવીરમાં પૃથ્વી થાળી જેવી ગોળ દેખાવાનું કારણ પણ સહજ છે. સૂર્યનું જે પ્રકાશક્ષેત્ર હોય છે તે થાળી જેવું ગોળ હોય છે. સૂર્યનો પ્રકાશ પૃથ્વીના જેટલા ભાગમાં પહોંચે ત્યાં અજવાળું હોય છે અને બાકીના ભાગમાં અંધારું હોવાથી આકાશ જેવો દેખાય છે. આ કારણે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા જે તસવીર લેવામાં આવે છે તેમાં પૃથ્વી થાળી જેવી ગોળ જણાય છે, તેથી પૃથ્વી દડા જેવી ગોળ સાબિત થતી નથી.
૬૪. વાયુ બધી દિશામાં વાય છે. 18 આજના વિજ્ઞાનીઓ એવું કહે છે કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં એક સેકન્ડમાં ૧૯ માઈલની ઝડપે ફરે છે. જો આ વાત સાચી હોય તો આપણને પૂર્વથી પશ્ચિમ દિશામાં એક સેકન્ડના ૧૯ માઈલની ઝડપે ફૂંકાતા પ્રચંડવંટોળિયાનો અનુભવ થવો જોઈએ. વળી વાયુની ગતિ માત્ર પૂર્વથી પશ્ચિમ દિશાની જ હોવી જોઈએ, આવું બનતું નથી. પૃથ્વી ઉપર વાયુ વિવિધ સમયે અને વિવિધ સ્થળે વિવિધ દિશાઓમાંથી ફૂકાતો જોવા મળે છે. વળી તેનો વેગ પણ એકસરખો નથી હોતો. વાયુ ક્યારેક મંદ હોય છે તો ક્યારેક તેજ હોય છે. ક્યારેક પશ્ચિમથી આવે છે તો ક્યારેક પૂર્વથી આવે છે વાયુની વધુમાં વધુ ગતિ કલાકના ૧૨૦ માઈલની હોય છે. આ ગતિ પૃથ્વીની નહીં પણ વાયુની હોય છે. જો પૃથ્વી પશ્ચિમથી પૂર્વમાં ફરતી હોય તો ધજા પૂર્વથી પશ્ચિમ દિશામાં જ ફરકવી જોઈએ, આવું ન બનતું હોવાથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી.
- ૬૫. પૃથ્વી સાથે વાતાવરણ ફરતું નથી. જ પૃથ્વીમાં વાયુ બધી દિશામાંથી વાય છે તેનો ખુલાસો આપતા કહેવામાં આવે છે કે પૃથ્વી ફરે છે તેની સાથે તેનું વાતાવરણ પણ ફરતું હોવાથી આપણને વાયરાનો અનુભવ થતો નથી. આ માટે ટ્રેનના ડબ્બામાં ઊડી રહેલી માખીનું ઉદાહરણ આપવામાં આવે છે. ટ્રેન કલાકના ૧૦૦ માઈલની ઝડપે દોડતી હોય છે પણ માખી એટલી ઝડપે ઊડી શકતી નથી. તેમ છતાં તે ડબ્બાની દીવાલ સામે અથડાતી નથી કારણ કે માખી હવામાં ઊડે છે અને ડબ્બામાંની હવા ટ્રેનની સાથે જ ગતિ કરે છે. આવું બનવાનું કારણ એ છે કે ડબ્બો ચારે બાજુથી બંધ છે એટલે અંદરની હવા અંદર જ રહે છે. આ જ માખી જો ડબ્બાની બહાર નીકળી જાય તો ટ્રેન કરતાં પાછળ રહી જાય છે. કારણ કે બહારની હવા ડબ્બા સાથે મુસાફરી કરતી નથી. પૃથ્વી બંધ ડબ્બા જેવી નથી પણ ખૂલ્લા ડબ્બા જેવી છે. આ કારણે પૃથ્વી ફરતી હોય તો પણ વાતાવરણ તેની સાથે ફરી શકે નહી.
–૩૧૭)
૩૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org