________________
જૈન કોસ્મોલોજી
૫૭. પાણીની સપાટી બહિર્ગોળ હોઈ શકે નહીં.
પૃથ્વીને જો દડા જેવી ગોળ માનવામાં આવે તો પૃથ્વી ઉપર રહેલા મહાસાગરોની સપાટી પણ દડા જેવી ગોળ માનવી પડે. વિજ્ઞાનનો જ એક સિદ્ધાંત કહે છે કે પાણી હંમેશાં એક જ સપાટીએ સ્થિર રહે છે.
કોઈપણ પાણીના બે જથ્થાને જોડવામાં આવે તો તેનો સ્તર એક થઈ જાય છે. આ વાત અનેક પ્રયોગો દ્વારા સાબિત થઈ શકે છે. જ્યારે એક ખગોળશાસ્ત્રીને પ્રશ્ન કરવામાં આવ્યો કે “પાણી પોતાની સપાટી શોધે છે એ સિદ્ધાંત સાચો છે ?’” ત્યારે તેણે ઉત્તર આપ્યો હતો કે “આ વાત વ્યવહારમાં સાચી છે, સિદ્ધાંતમાં નહીં.” પૃથ્વીને દડા જેવી ગોળ સાબિત કરવા માટે વિજ્ઞાનીઓ પૂર્વસ્થાપિત સિદ્ધાંતોને પણ માનવાનો ઈનકાર કરી દે છે. જો પાણી એક જ સપાટી ઊપર રહે છે, એ સિદ્ધાંત સાચો હોય તો પૃથ્વી ગોળ છે એ વાત ખોટી સાબિત થાય છે.
呀
૫૮. અવકાશી પદાર્થો જ ગોળ છે.
યુરોપનો સ્કોડલ૨ નામનો ખગોળશાસ્ત્રી ‘બૂક ઓફ નેચર' નામના પુસ્તકમાં એવી દલીલ કરે છે કે “આપણે જોઈએ છીએ કે આકાશમાં રહેલા સૂર્ય, ચંદ્ર,ગ્રહો, તારાઓ વગેરે પદાર્થો દડા જેવા ગોળ છે. આ ઊપરથી આપણે નિઃશંકપણે કહી શકીએ કે પૃથ્વી પણ દડા જેવી ગોળ છે.’’ આજના ખગોળશાસ્ત્રીઓ આવી અવૈજ્ઞાનિક રીતે પૃથ્વીને દડા જેવી ગોળ સાબિત ક૨વા મથે છે. જો તેઓ એમ કહેતા હોય કે પૃથ્વી પણ અન્ય અવકાશી પદાર્થો જેવી છે તો તેમણે સૌથી પહેલાં તેની સામ્યતાના સ્વતંત્ર પુરાવા આપવા જોઈએ. આવા કોઈ પણ સ્વતંત્ર પુરાવાની ગેરહાજરીમાં પૃથ્વીને અન્ય અવકાશી પદાર્થો જેવી ગોળ ઠરાવી શકાય નહીં. અવકાશી પદાર્થો દડા જેવા ગોળ હોય એટલા માત્રથી પૃથ્વી દડા જેવી ગોળ સાબિત થતી નથી. આવા સ્વતંત્ર પુરાવાના અભાવમાં પૃથ્વી દડા જેવી ગોળ છે એ થિયરી ખોટી સાબિત થઈ જાય છે.
જાણવા જેવી ભૂમિકા
૫૯. આકૃતિઓ છેતરામણી હોઈ શકે છે.
આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ સાબિત કરવા એવી કેટલીક આકૃતિઓ દોરે છે, જેમાં પ્રમાણભાન જળવાતું ન હોવાથી તે આકૃતિઓ છેતરામણી બની જાય છે. ‘‘કોર્નેલ્સ જ્યોગ્રાફી’ નામના પુસ્તકમાં પૃથ્વીના ગોળ હોવાની સાબિતીના રૂપમાં એક ચિત્ર આપવામાં આવ્યું છે. આ ચિત્રમાં એક વહાણને એક વક્ર રેખા ઊપર ચાર જુદાં-જુદાં સ્થળે દર્શાવવામાં આવ્યું છે. અહીં જે વળાંક છે તે ૭૨ અંશનો છે. પૃથ્વીનો પરિઘ ૨૫,૦૦૦ માઈલ હોય તો ૭૨ અંશ એટલે પ૦૦૦ માઈલ થાય. તેની સામે જ વહાણની લંબાઈ દર્શાવવામાં આવી છે તેવા ૧૦ જ વહાણ આ વક્રરેખા ઊપર રહી શકે. આ હિસાબે એક વહાણની લંબાઈ ૫૦૦ માઈલ હોવી જોઈએ. આકૃતિમાં જે દર્શકને બતાડવામાં આવ્યો છે તેની ઊંચાઈ પણ સ્કેલ મુજબ ૨૦૦ માઈલ હોવી જોઈએ. પૃથ્વીને ગોળ સાબિત કરવા આવી છેતરામણી આકૃતિઓ તૈયાર કરવામાં આવે છે.
嗯
Jain Education International
*For Private & Personal Use Only
૩૧૫
www.jainelibrary.org