________________
જૈન કોસ્મોલોજી
---.-.-.-.-.-.-.-.-.-.-.-.-._ _ _ _ _ _ _ _ _ _ _જાણવા જેવી ભૂમિકા વર્તળના હોય છે, પણ રેખાંશ વર્તળાકારન હોવાથી તેના કોઈ અંશ ન હોઈ શકે. રેખાંશ ઉપર વર્તુળાકારમાં પ્રદક્ષિણા થઈ શકતી નથી, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી.
૫૪. ધ્રુવનો તારો નીચે સરકતો જાય છે જ જો આપણે કોઈ સપાટ મેદાન ઉપર કોઈ ઊંચી વસ્તુથી દૂર જતા જઈએ તો આપણે જેમ દૂર જઈએ તેમ વસ્તુની ઊંચાઈ ઓછી થતી હોવાનો ભાસ થાય છે. જે વાત નાના સ્તરે લાગુ પડે છે. તે મોટા સ્તરે લાગુ પડવી જોઈએ. વસ્તુ ગમે તેટલી ઊંચી હોય અને આપણે તેનાથી ગમે તેટલા દૂર જઈએ તો પણ નિયમ એક જ રહેવો જોઈએ. આ નિયમ મુજબ જ આપણે ધ્રુવના તારાથી દૂર જઈએ તેમ આકાશમાં તે વધુને વધુ નીચે દેખાય છે. આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ હોવાથી આવું બને છે. જે પ્રક્રિયા દૃષ્ટિસાપેક્ષતાના સાદા સિદ્ધાંતની મદદથી સમજાવી શકાય તેવી છે તેના માટે પૃથ્વી ગોળ હોવાનું માની લેવું જરૂરી નથી. આ પ્રક્રિયાને પૃથ્વી ગોળ હોવાની સાબિતી ગણાવવી તેના જેવી બીજી કોઈ અપ્રામાણિકતા નથી.
૫૫. નદીઓ બધી દિશામાં વહે છે. rશ” આ પૃથ્વી ઉપર એવી નદીઓ છે કે જેઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ બધી જ દિશામાં વહે છે. હવે જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો બધી નદીઓ ઉત્તર દિશાઓમાંથી નીકળવી જોઈએ અને દક્ષિણ દિશામાં વહેવી જોઈએ. હકીકતમાં ઘણી નદીઓ દક્ષિણ દિશામાંથી નીકળે છે અને ઉત્તર દિશામાં વહે છે. આ નદીઓ પૃથ્વીના ગોળામાં નીચેના ભાગમાંથી નીકળીને ઊપર જતી દેખાય છે. વળી આ નદીઓની લંબાઈદરમિયાન વચ્ચે પૃથ્વીની જાડાઈ પણ આવવી જોઈએ. તેનો અર્થ એવો થાય છે કે નદીઓ ટેકરીની એક બાજુથી ઊપર ચડે છે અને બીજી બાજુથી નીચે ઊતરી જાય છે. હકીકતમાં પાણી હંમેશાં નીચે તરફ ગતિ કરે છે.કોઈ બાહ્ય બળ વગર તે ઊપર ચડી શકે નહીં. પૃથ્વી દડા જેવી ગોળ હોય તો નદીઓએ ટેકરી ઊપર ચડવું પડે. આ શક્ય નથી, માટે સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી.
૫૬. સમુદ્રનું પાણી બહાર ફેંકાતું નથી # પૃથ્વી જો પોતાની ધરી ઉપર સેકન્ડના ૧૯ માઈલની ઝડપે ગોળ – ગોળ ફરતી હોય તો પૃથ્વીની સપાટી ઉપર રહેલા સમુદ્રનું પાણી કોઈ સંયોગોમાં સ્થિર રહી શકે નહીં. બરફના ગોળામાં વચ્ચે સળી ભરાવીને તેને ગોળ-ગોળ ફેરવવામાં આવે ત્યારે પણ બરફ પીગળે છે અને ચારે તરફ પાણીના છાંટા ઊડે છે, જ્યારે પાણીનો તો ગોળો જ બની શકતો નથી. ધારો કે આવો ગોળો બનાવીને તેને ચક્કર-ચક્કર ધુમાવવામાં આવે તો ચોતરફ પાણી ઊડ્યા વિના રહી શકે ખરું? પૃથ્વી ઊપરના મહાસાગરો જો પાણીના ગોળા જેવા હોય અને પૃથ્વી સેકન્ડના ૧૯ માઈલની ઝડપે ગોળ-ગોળ ઘૂમતી હોય તો મહાસાગરોનું પાણી આકાશમાં સેંકડો માઈલ ફંગોળાયા વિના રહે ખરું? આવું બનતું નથી; જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી અને ગોળ નથી. (૧૪ -
૩૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org