________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા - રા. પૃથ્વી ફરતી નથી માટે ગોળ નથી " # પૃથ્વી ગોળ છે અને પૃથ્વી ફરે છે. આ બન્ને થિયરીઓ એક બીજા પર આધારિત છે. પૃથ્વીને ફરતી સાબિત કરવા માટે તેને ગોળ સાબિત કરવી જરૂરી છે અને તેને ગોળ સાબિત કરવા માટે ફરતી સાબિત કરવી જરૂરી છે. જો આપણે એમ સાબિત કરી શકીએ કે પૃથ્વી ફરતી નથી તો આપણે આપોઆપ સાબિત કરી શકીએ છીએ કે પૃથ્વી ગોળ પણ નથી. આજના વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી એક મિનિટમાં ૧૧૦૦ માઈલની ઝડપે પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. જો પૃથ્વી ફરતી હોય અને આપણે પૂર્વ દિશામાં ગોળી છોડીએ તો તે પશ્ચિમ દિશામાં છોડવામાં આવેલી ગોળી કરતાં વધુ દૂર જવી જોઈએ. કારણ કે પૃથ્વી પણ પૂર્વ દિશામાં જઈ રહી છે. હકીકતમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં છોડવામાં આવેલી ગોળીઓ સરખા અંતર સુધી જાય છે. તેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી અને ગોળ પણ નથી.
૨૬. તોપનો ગોળો મૂળ જગ્યાએ પાછો આવે છે. # કોઈ ઊંચા ટાવરની ટોચ ઉપરથી પથરો નીચે ફેંકવામાં આવે તો તે પથરો ટાવરના પાયામાં જ પડે છે. પૃથ્વી સ્થિર હોય કે ફરતી હોય તો પણ આવું જ બને છે. પૃથ્વી જો ફરતી હોય તો ટાવરની સાથે પથરો પણ તે જ દિશામાં ફરતો હોય છે, માટે તે ટાવરના પાયામાં જ આવીને પડે છે. પૃથ્વીથી કાટખૂણે ગોઠવવામાં આવેલી તોપના નાળચામાંથી છોડેલો ગોળો અમુક સેકન્ડ પછી પાછો ત્યાં જ આવીને પડે છે. પૃથ્વી જો ફરતી હોય તો આજના વિજ્ઞાનીઓના મતે તે એક મિનિટમાં ૧૧૦૦ માઈલ જેટલી દૂર જતી રહે છે. આ કારણે તોપનો ગોળો પાછો આવે ત્યારે તોપ અનેક માઈલ આગળ સરકી ગઈ હોવી જોઈએ અને ગોળો માઈલો દૂર પડવો જોઈએ પણ આવું બનતું નથી, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી અને માટે ગોળ પણ નથી.
- ૨૭. પૃથ્વી ફરતી નથી કારણ કે તે ગ્રહ નથી Sજ ઈંગ્લેન્ડનો ખગોળશાસ્ત્રી જયોર્જ બી. એરી પોતાના ‘ઈપસ્વિચ લેક્ઝર્સ નામના વિખ્યાત ગ્રંથમાં દલીલ કરતાં લખે છે કે “ગુરુનો ગ્રહ ખૂબ મોટો છે અને તે પોતાની ધરી ઊપર ફરતો જણાય છે. જો ગુરુનો ગ્રહ પોતાની ધરી ઊપર ફરતો હોય તો પૃથ્વી શા માટે ફરી ન શકે?” આ સવાલનો સાદો જવાબ એ હોઈ શકે કે ““કારણ કે પૃથ્વી કોઈ ગ્રહ નથી.” હકીકતમાં આવો જવાબ આપવાને બદલે આપણને પરાણે મનાવી લેવામાં આવે છે કે પૃથ્વી પણ એક ગ્રહ હોવાથી તે સૂર્યની આજુબાજુ અને પોતાની ધરીની આજુબાજુ ફરે છે. પૃથ્વી એક ગ્રહ છે એવી વાત આજ સુધી કોઈ વૈજ્ઞાનિક પ્રયોગથી, તર્કથી, ગણિતથી કે પ્રત્યક્ષ પુરાવાથી સાબિત થઈ શકી નથી. પૃથ્વી સૂર્યમાળાનો ગ્રહ છે તે પણ સાબિત થયું નથી, માટે તે પૃથ્વી ફરતી કે ગોળ પણ સાબિત થતી નથી.
૨૮. બધા ગ્રહો ધ્રુવના તારાની આજુબાજુ ફરે છે. જ વિજ્ઞાનીઓ આપણને એવું સમજાવવાની કોશિશ કરે છે કે બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ વગેરે
ન ૩૦૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org