________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા અહીં આ જાણવા યોગ્ય છે કે જૈન માન્યતાનુસારે ઉત્તરકુરુ તે વિદેહ ક્ષેત્રનો જ ૧ ભાગ છે. ઈલાવૃત તે ઐરાવતનું જ રૂપાંતર લાગે છે. હાં, બીજા હૈમવંત ક્ષેત્રના સ્થાન ઉપર જે કિમ્બુરુષ નામ છે તે અવશ્ય નવું લાગે છે.
|| પર્વત || જૈન માન્યતા વૈદિક માન્યતા જૈન માન્યતા વૈદિક માન્યતા (૧) હિમવાનું - હિમવાનું (૪) નીલ - નીલ (૨) મહાહિમવાનું - હેમકૂટ
(૫) સક્રિમ - શ્વેત (૩) નિષધ - નિષધ
(૬) શિખરી – શૃંગી શિખરી એવં શૃંગી આ બન્ને એકાWક નામ જ છે. પાંચમો સક્રિમ પર્વત જૈન માન્યતાનુસારે શ્વેત (ધોળો) જ માનેલો છે, જે વૈદિક માન્યતાનુસારે શ્વેત પર્વતનો બોધક છે. માત્ર મહાહિમવાનું પર્વતના સ્થાને હેમકૂટ પર્વત એવું જૂઠું નામ છે. તેમજ ઊંચાઈ અને વિસ્તારમાં ફરક છે.
જૈન અને વૈદિક બંન્નેની માન્યતાનુસારે મેરુ પર્વત જેબૂદ્વીપના મધ્યભાગમાં જ સ્થિત છે અત્તર માત્ર ઊંચાઈનું છે. વૈદિક માન્યતાનુસારે મેરુની ઊંચાઈ ૮૪,૦૦૦યોજન છે, જ્યારે જૈન માન્યતાનુસાર મેરુ ૧ લાખ યોજન ઊંચો છે વળી પહોળાઈમાં ફરક છે.
II નરક સ્થિતિ ! જૈન માન્યતાની સમાન જ વૈદિક માન્યતામાં પણ અત્યંત દુઃખ ભોગવવાવાળા નારકી જીવોનું રહેઠાણ આ પૃથ્વીના નીચે જ માનવામાં આવ્યું છે. બન્નેના કેટલાંક નામોમાં સમાનતા છે જ્યારે કેટલાંક નામોમાં વિષમતા છે.
II જ્યોતિલક II જૈન માન્યતાનુસારે બતાવેલા સમભૂતલથી સૂર્ય-ચંદ્ર આદિના અંતર (ઊંચાઈ) અને વૈદિક માન્યતાનુસાર બતાવેલા અંતરમાં ઘણો મોટો ફરક છે. જે બન્નેના વર્ણન દ્વારા સ્પષ્ટ રીતે સમજાય છે.
| | સ્વર્ગલોક | બન્ને માન્યતાનુસારે સ્વર્ગલોકની સ્થિતિ જ્યોતિર્લોકની ઊપર જ માનવામાં આવેલી છે. વૈદિક માન્યતામાં સ્વર્ગલોકનું નામ મહર્લોક આપવામાં આવ્યું છે તેમજ ત્યાંના નિવાસીઓને જૈન માન્યતાના સમાન કલ્પવાસી કહેવામાં આવે છે. વૈદિક માન્યતામાં સ્વર્ગલોકની સ્થિતિ સૂર્ય અને ધ્રુવના મધ્યમાં ૧૪ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રમાં છે જયારે જૈન માન્યતાનુસારે મેરુના શિખર બાદ અસંખ્યાતા યોજન ઊપરના ક્ષેત્ર સુધી બતાવેલી છે.
I કર્મભૂમિ અને ભોગભૂમિ ! જે પ્રમાણે જૈનાગમોમાં કર્મભૂમિ અને ભોગભૂમિનું વર્ણન કરાયું છે તે જ પ્રકારે હિન્દુ-પુરાણોમાં પણ
૨૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org