________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા સમસ્ત ભૂમડુલ ૫૦ કરોડયોજન વિસ્તારવાળો છે અને આની ઊંચાઈ ૭૦,૦૦૦યોજન પ્રમાણ છે.૧૩
આ ભૂમડુલની નીચે દસ-દસ હજાર (૧૦,000-૧૦,000) યોજનનાં ૭ પાતાલો છે જેમનાં નામો આ પ્રમાણે અનુક્રમે જાણવાં. (૧) અતલ, (૨) વિતલ, (૩) નિતલ, (૪) ગભક્તિમત, (૫) મહાતલ, (૬) સુતલ અને (૭) પાતાલ. જે કમશઃ ધોળા, કાળા, લાલ, પીળા, શર્કરા, શૈલ અને કાંચન (સ્વ)ના સ્વરૂપવાળાં છે. અહીં ઉત્તમ ભવનોથી યુક્ત ભૂમિઓ છે જેમાં દાનવ, દૈત્ય, યક્ષ તેમજ નાગાદિ નિવાસ કરે છે."
પાતાલોની નીચે વિષ્ણુ ભગવાનનું શેષ નામક તામસ શરીર રહે છે. જે અનંત નામથી કહેવાય છે. આ શરીર સહસ્ત્ર ફણાઓથી સંયુક્ત થઇ સમસ્ત ભૂમડલને ધારણ કરી પાતાળના મૂળમાં રહેલું છે. લ્પાન્તના સમયે અન્ય મુખથી (મોઢાથી) નીકળેલી સંઘર્ષાત્મક-રૌદ્ર વિષાગ્નિ-શિખા ત્રણે લોકનું ભક્ષણ કરી દે છે.૧૫
(3-૨). નરક લોક. # પૃથ્વી અને જલની નીચે રૌરવ, સૂકર, તાલ, વિશાસન, મહાજવાલ, તપ્તકુમ્ભ, લવણ, વિલોહિત, રૂધિર, વૈતરણી, કૃમીશ, કૃમિ-ભોજન, અસિપત્રવન, કૃષ્ણ, અલાભક્ષ, દારૂણ, પૂયવહ, વલ્હીવાલ, અધઃશિરા, સૈદેશ, કાળસૂત્ર, તમ, આવીચિ, વભોજન, અપ્રતિષ્ણ અને અગ્રવી ઇત્યાદિ નામવાળાં અનેકાનેક મહા ભયાનક નરકો છે. આ નરકોમાં પાપી જીવો મરીને જન્મ લે છે અને પછી અનુક્રમે ત્યાંથી નીકળી ક્રમશઃ સ્થાવર, કૃમિ, જલચર, મનુષ્ય અને દેવાદિ યોનિઓને પ્રાપ્ત કરે છે... એમ કહેવાય છે જેટલા જીવ દેવલોકમાં છે તેટલા જ જીવ નરકલોકમાં પણ છે. ૧૭
(૩-૩). જ્યોતિર્લોક જ ભૂમિથી ૧ લાખ યોજનની દૂરી પર સૌરમણ્ડલ આવેલું છે. તેનાથી ૧ લાખ યોજનની દૂરી પર ચંદ્રમણ્ડલ આવેલું છે. તેનાથી ૧ લાખ યોજન ઊપર નક્ષત્ર મણ્ડલ, એનાથી ૨ લાખ યોજન ઊપર બુધ, એનાથી ૨ લાખ યોજન ઊપર શુક્ર, એનાથી ૨ લાખ યોજન ઊપર મંગલ, એનાથી ૨ લાખ યોજન ઊપર બૃહસ્પતિ, એનાથી ૨ લાખ યોજન ઊપર શનિ અને એનાથી ૧ લાખ યોજન ઊપર સપ્તર્ષિ મણ્ડલ અને એનાથી ૧ લાખ યોજન ઊપર જઇએ ત્યાં ધ્રુવનો તારો સ્થિત છે.૧૮
(૩-૪). મહર્લોક. (સ્વર્ગલોક) # ધ્રુવથી કરોડ યોજન ઊપર જઈએ ત્યારે મહાઁક આવે છે અહીં કલ્પકાળ પર્યન્ત જીવિત રહેવાવાળા કલ્પવાસીઓનું નિવાસ સ્થાન છે. આ સ્થળથી ૨ કરોડયોજન ઊપર જઈએ ત્યારે જનલોક આવે છે અહીં (૧૩) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - ચતુર્વાધ્યાય – શ્લોક - ૯૩-૯૬. (૧૪) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ-પંચમાધ્યાય-શ્લોક-૨-૪. (૧૫) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ-પંચમાધ્યાય-શ્લોક-૩-૧૫/૧૯-૨૦. (૧૭) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - ષષ્ઠાધ્યાય - શ્લોક - ૩૪. (૧૬) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - પાધ્યાય - શ્લોક - ૧-૬, (૧૮) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - સપ્તમાધ્યાય - શ્લોક - ૨-૯
- ૨૭૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org