SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા (૧-૧૧). ઊર્વલોક... " મેરુ પર્વતને ત્રણે લોકમાં વિભાજન કરવામાં આવેલો છે. મેરુની સમભૂતલાથી ૯00 યોજના ઉપર અને ૯00 યોજન નીચે સુધીનો ૧,૮00 યોજન પ્રમાણ મધ્યલોક છે. ૯00 યોજનથી નીચેના ભાગને અધોલોક તો ૯૦૦ યોજનથી ઉપરના ભાગને ઊર્ધ્વલોક કહેવાય છે ઊર્ધ્વલોકમાં શ્વેતાંબરીય માન્યતાનુસારે ૧૨ પ્રકારના વૈમાનિક દેવલોકની વ્યવસ્થા બતાવી છે. તેની ઉપર ૯ ગ્રેવેયક અને પ અનુત્તર છે. જ્યારે દિગમ્બરીય માન્યતાનુસારે વૈમાનિક દેવોની સંખ્યા ૧૬ છે...) આ વિમાનોમાં કલ્પવાસી (કલ્પોપપન્ન) દેવ અને દેવીઓ રહે છે. તેની ઊપર ૯ અનુદિશ અને તેની ઉપર ૫ અનુત્તર વિમાનો છે અને આ વિમાનોમાં રહેવાવાળા દેવો કલ્પાતીત હોય છે. કેમ કે, એમાં ઇન્દ્ર-સામાનિકાદિ વ્યવસ્થા નથી તેઓ આનાથી પર છે. આ વિમાનોમાં રહેવાવાળા દેવો સમાન વૈભવવાળા હોય છે. તેમજ દરેકે દરેક પોત-પોતાને ઇન્દ્ર સ્વરૂપે અનુભવે છે એ માટે જ તેઓ અહમિન્દ્ર તરીકે ઓળખાય છે. સ્વર્ગોમાં જે દેવો રહે છે. તેઓ મુખ્ય ૨ પ્રકારે છે. (૧) કલ્પોપપન, (૨) કલ્પાતીત. તેમાં જે કલ્પોપપન્ન છે તેમાં ઇન્દ્ર-સામાનિક-ત્રાયશ્ચિંશ-પારિષાદ્ય-આત્મરક્ષક-લોકપાલ-અનીક-પ્રકીર્ણકઆભિયોગ્ય અને કિલ્બિષિક નામની ૧૦જાતિઓ છે. (૧) તેમાં પણ સામાનિકાદિ અન્ય સર્વ દેવોનો જે સ્વામી હોય તે “ઈન્દ્ર” કહેવાય છે. તેની આજ્ઞા દરેક દેવ શિરોધાર્ય કરે છે. તેમજ એનો વૈભવ-ઐશ્વર્ય અન્ય સર્વ દેવોથી સર્વશ્રેષ્ઠ કક્ષાનો હોય છે. (૨) આજ્ઞા અને ઐશ્વર્ય છોડી દરેક વાતે ઇન્દ્રની સમકક્ષ હોય તે “સામાનિક” કહેવાય છે. (૩) મંત્રી અને પુરોહિતનું કામ કરવાવાળા દેવને “ત્રાયશ્ચિંશ” કહેવાય છે. જેઓની સંખ્યા માત્ર ૩૩ જ હોય છે માટે જ તેઓ ત્રાયસિંશ કહેવાય છે. (૪) ઈન્દ્રની સભાને અથવા પરિષદૂના સદસ્યોને “પારિષાઘ” કહેવાય છે. (૫) ઈન્દ્રના અંગરક્ષક (બોડીગાડ) દેવોને “આત્મરક્ષક” દેવો કહેવાય છે. (૬) સર્વદેવોની રક્ષા કરવાવાળા દેવ “લોકપાલ” (કોટવાલ-પોલિસના જેવા) કહેવાય છે. (૭) સેનાનાં કામ કરવાવાળા દેવોને “અનીક” (આમ જેવા) કહેવાય છે. (2) સાધારણ પ્રજાના સ્થાનીય દેવોને “પ્રકીર્ણક” (નગરવાસી) કહેવાય છે. (૯) નોકર-ચાકર જેવાં કાર્યો કરવામાં કુશલ દાસ તરીકે કહેવાતા “આભિયોગ્ય” દેવતાઓ હોય છે. (૧૦) દેવલોકમાં સહુથી હીન પુણ્યવાળા (ચંડાલ સમાન) “કિલ્બિષિક” દેવો હોય છે. દેવોના ૪ ભેદમાં ભવનપતિ-વ્યંતર અને વાણ-વ્યંતર દેવોના નિવાસ સ્થળની વિશેષ માહિતી આ ગ્રંથમાંથી જોઈ લેવી. પંચમ બ્રહ્મ દેવલોકના છેડે ત્રીજા રિષ્ટ નામક પ્રતરની વચ્ચે આઠ કૃષ્ણરાજીમાં નિવાસ કરતા ૯ પ્રકારે લોકાંતિક દેવો રહે છે. તેઓ દેવર્ષિ તરીકે ઓળખાય છે. આ દેવો તીર્થકરોના દીક્ષા કલ્યાણકના ૧ વર્ષ પૂર્વે પ્રભુને “તીર્થ પ્રવર્તાવો...” એવી વિનંતી કરવા માટે આવે છે તેમજ આ દેવો પ્રાય: એકાવતારી પણ કહેવાય છે. આ ચારે નિકાયના દેવોનો જન્મ ઔપપાતિક રૂપે થાય છે. તેઓ પોત પોતાની ઉપપાત સભામાં દિવ્ય શપ્યા ઉપર જન્મ બાદ માત્ર અંતર્મુહૂર્તના ગાળામાં જ ૨૫ વર્ષની પૂર્ણ યુવાવસ્થાવાળા માનવ જેવા થઇ જાય છે... ઇત્યાદિ... ૨૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy