________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
લોક છેક સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત ફેલાયેલો છે. એમાં સર્વપ્રથમ ૭૯૦યોજનની ઊંચાઈ પર તારાઓનાં વિમાન આવે છે. એનાથી ૧૦ યોજન ઊંચે જઇએ તો સૂર્યનું વિમાન આવે છે. સૂર્યથી ૮૦ યોજન ઊંચે જઈએ ત્યાં ચંદ્રનું વિમાન છે અને ચંદ્રથી ૪ યોજન ઊપર નક્ષત્રોનાં વિમાનો છે ત્યાર પછી નક્ષત્રથી ૪ યોજન ઊપર જઈએ ત્યાં બુધનું વિમાન આવે છે. બુધથી ૩ યોજન ઊપર શુક્રનું વિમાન અને શુક્રના ૩ યોજન ઊપર ગુરુનું વિમાન, ગુરુના ૩ યોજન ઊપર મંગળનું વિમાન છે. છેલ્લે મંગલના ૩ યોજન ઊપર જઈએ ત્યાં તો શનૈશ્વર (શનિ)નું વિમાન આવે છે. આ પ્રકારે સર્વ જ્યોતિષ્ક વિમાનનો સમુદાય ૧૧૦ યોજનની અંદર પ્રાપ્ત થાય છે. મધ્યલોકવર્તી ત્રીજા પુષ્કરદ્વીપના મધ્યમાં જે માનુષોત્તર પર્વત છે ત્યાં સુધીનું ક્ષેત્ર મનુષ્યલોક કહેવાય છે. આ મનુષ્યલોકની અંદર સર્વ જ્યોતિષ વિમાનો મેરુને પ્રદક્ષિણા આપતાં નિત્ય ફરતાં રહે છે. અહીં સૂર્યના ઉદય અને અસ્તથી જ સર્વ દિવસ અને રાત્રિનો વ્યવહાર થાય છે. મનુષ્યલોકના બહારી ભાગથી લઈ સ્વયંભૂરમણ સમુદ્ર પર્યંત અસંખ્ય યોજન વિસ્તૃત ક્ષેત્રમાં જે જ્યોતિષ વિમાનો છે તે ફરતાં નથી એટલે જ્યાં છે ત્યાં જ સ્થિર અચળ છે. જંબુદ્વીપના મેરુની ચારે બાજુથી ૧,૧૨૧ યોજન સુધી આ જ્યોતિષ મંડલ (ચક્ર) નથી તેમ જ લોકાન્તમાં પણ ઉપરોક્ત આટલા જ યોજન જ્યોતિષ મંડલનું અસ્તિત્વ નથી. એથી જ આના મધ્યવર્તી ભાગમાં યથાસંભવ અંતરાલ સાથે સર્વત્ર આ જ્યોતિષ મંડલ ફેલાયેલું છે.
જૈન માન્યતાનુસારે જંબુદ્વીપમાં ૨ સૂર્ય અને ૨ ચંદ્ર છે. એક સૂર્યને મેરુપર્વતની સંપૂર્ણ પ્રદક્ષિણા આપતાં ૧૬ પ્રહર લાગે છે. આ સૂર્યનું પરિભ્રમણ ક્ષેત્ર જંબુદ્વીપની અંદર ૧૮૦ યોજન અને લવણ સમુદ્રમાં ૩૩૦ ૪ યોજનનું છે. સૂર્યને ફરવાના ૧૮૩ માંડલા કહેવાયેલા છે. એક માંડલાથી બીજા માંડલાનું અંતર ૨ યોજનનું હોય છે એ પ્રમાણે પહેલા માંડલાથી છેલ્લા માંડલા સુધી પરિભ્રમણ કરતાં સૂર્યને ૩૬૬ દિવસો લાગે છે. સૌર માસાનુસા૨ે ૧ વર્ષના આટલા જ દિવસ હોય છે. ચંદ્રના પરિભ્રમણના માંડલા માત્ર ૧૫ જ હોય છે. ચંદ્રને પણ મેરુની એક પ્રદક્ષિણા આપતાં ૧૬ પ્રહરથી કાંઇક અધિક સમય લાગે છે. કેમ કે એ ચંદ્રની ગતિ સૂર્યથી અતિ મંદ છે એ જ કારણથી ચંદ્રના ઉદયમાં સૂર્યની અપેક્ષાએ આછું-પાછું દેખાય છે. ૧ ચંદ્ર પોતાના ૧૫ માંડલામાં ચંદ્ર માસમાં ૧૪૧+ – માંડલા પ્રમાણ જ ચાલે છે એથી જ ચંદ્રમાસના અનુસાર વર્ષમાં ૩૫૫ અથવા ૩૫૬ દિવસ થાય છે. તેમજ જંબુદ્વીપમાં ૨ સૂર્ય-૨ ચંદ્ર, લવણ સમુદ્રમાં ૪ સૂર્ય-૪ ચંદ્ર, ધાતકીખંડમાં ૧૨ સૂર્ય-૧૨ ચંદ્ર, કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય૪૨ ચંદ્ર, અને પુષ્કરાર્ધદ્વીપમાં ૭૨ સૂર્ય - ૭૨ ચંદ્રછે. એમ અઢીદ્વીપ રૂપ મનુષ્યક્ષેત્રમાં ૧૩૨ સૂર્ય-૧૩૨ ચંદ્ર છે. તેમજ પુષ્કરાર્ધના પાછળના અર્ધભાગમાં પણ ૭૨-૭૨ સૂર્ય-ચંદ્ર જાણવા. એથી આગળ સ્વયંભૂરમણસમુદ્ર પર્યન્ત સૂર્ય અને ચંદ્રની સંખ્યા ઉત્તરોત્તર બમણી-બમણી છે. હવે ૧ ચંદ્રના પરિવારમાં ૧ સૂર્ય, ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહો અને ૬૬,૯૭૫ કોડાકોડી તારાઓ છે. જંબુદ્રીપમાં ૨ ચંદ્ર હોવાથી સૂર્યાદિકની સંખ્યા પણ બમણી થઈ જશે. એ પ્રમાણે સમસ્ત જ્યોતિષલોકમાં અસંખ્ય ચંદ્ર-સૂર્યો છે... ઇત્યાદિ
૧૨૪
૨૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org