SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી -..-.-.-.-.-.-.-.-.-.-.-.-- - - - - - - - - - જાણવા જેવી ભૂમિકા - || કલ્પવૃક્ષો વનસ્પતિ પરિણામી છે II જ એ પ્રમાણે યુગલિકોની દરેક પ્રકારની જરૂરિયાત પૂર્ણ કરનારાં કલ્પવૃક્ષો પોતે વનસ્પતિ છે, તેમજ દેવાધિષ્ઠિત નહીં પણ સ્વાભાવિક પરિણામવાળાં છે. વળી એ દરેક જાતિના વૃક્ષો પગલે પગલે અનેક હોય છે, પરંતુ એક જાતિનું એક હોય એમ નહીં. તેમજ અનેક પ્રકારના પ્રતિભેદવાળાં હોય છે. જેમ ભૂતાંગવૃક્ષ અનેક જાતિનાં છે, અને તે અનેકમાંની એક જાતિના પણ અનેક વૃક્ષો છે. II કલાવૃક્ષ ઉપરાંત બીજાં અનેક વૃક્ષ II |SF વળી પહેલા ત્રણ આરામાં કેવળ કલ્પવૃક્ષો જ હોય છે એમ નહીં, પરંતુ આમ્ર-ચંપક-અશોક આદિ બીજાં પણ વર્તમાન સમયમાં વિદ્યમાન દેખાય છે એવાં અનેક જાતિનાં અનેક વૃક્ષો-ગુચ્છા-ગુલ્મ-લતાઓવલય-તૃણ-જલરૂહ-કુહણ-ઔષધિ-હરિતકી-વલ્લી અને પર્વ એ બારે પ્રકારની પ્રત્યેક વનસ્પતિઓ તથા અનેક સાધારણ વનસ્પતિઓ પણ ક્ષેત્રસ્વભાવથી અને કાળસ્વભાવથી અત્યંત રસકસવાળી હોય છે, પરંતુ તે યુગલિકોના ઉપયોગમાં આવતી નથી. તથા ઉદ્દાલકાદિ૯ પ્રકારના વૃક્ષો વગેરે ઘણી વનસ્પતિઓનાં નામ સિદ્ધાન્તમાં દર્શાવ્યા છે ઇત્યાદિ વિશેષ સ્વરૂપ સિદ્ધાન્તોથી જાણવું. (૧-૬). ૫૬ અંતર્લીપ If પ્રથમ હિમવાનું પર્વતની ચારે વિદિશાઓમાં ૩૦૦-૩૦૦ યોજન લવણ સમુદ્રની અંદર જઇએ ત્યાં ચાર અંતર્લીપ આવે છે. એ જ પ્રકારે લવણ સમુદ્રમાં અંદર ૪OO, ૫OO, ૬OO, ૭૦, ૮૦૦ અને ૯૦૦યોજન આગળ જઇએ તો ચારે વિદિશાઓમાં ૪-૪ અંતર્લીપો આવેલા છે. આ પ્રકારે લઘુ હિમવાનું અંતર્દીપ(વંત) પર્વતના (૭૪૪ = ૨૮) સર્વ અંતર્દીપ ૨૮ થાય છે. એ જ પ્રમાણે છઠ્ઠા શિખરી પર્વતના અંતર્ગત ૨૮ અંતર્દીપો આવેલા છે. બન્ને સાઇડના મેળવીએ તો પ૬ અંતર્લીપ થાય છે. (દિગમ્બરીય પરંપરામાં અંતર્દીપોની સંખ્યા ૯૬ બતાવવામાં આવેલી છે. જે માટે વિશેષ જુઓ - તિલોયપણત્તિ-અધ્ય. ૪, ગાથા-૨૪૭૮-૨૪૯૦ તેમજ તત્ત્વાર્થવાર્તિકમાં અધ્ય. ૩) અને સૂત્ર ૩૭ની ટીકાદિ.) આ અંતર્દીપમાં યુગલિયા મનુષ્યો રહે છે. જેઓ કલ્પવૃક્ષોના ફળ-ફૂલ ખાઈને સ્વ-જીવન નિર્વાહ કરે છે. સ્ત્રી-પુરુષના રૂપમાં તે યુગલિયાઓ સાથે જ જન્મે છે અને સાથે જ મરે છે. તેમજ મરણના ૬ માસ પૂર્વે તેઓ ૧ યુગલને જન્મ આપી દે છે. (દિગમ્બર મતાનુસાર મરણના કાંઇક સમય પૂર્વે યુગલ સલ્તાન ઉત્પન્ન થાય છે. જુઓ - તિલોયપણત્તિ અધ્ય...૪/ગાથા...૨૪૮૯ તેમજ ૨૫૧૨ આદિ..) (૧-૭). ૬ મહાદ્રહો વિષે.... Hજ ઉપરોક્ત જે ૬ વર્ષધર પર્વતોનાં નામો બતાવ્યાં છે. તે પર્વતોના મધ્યભાગમાં ક્રમશઃ પદ્મ, મહાપદ્મ, તિબિંચ્છિ, કેશરી, મહાપુણ્ડરિક અને પુણ્ડરિક નામે ૧-૧ મહાદ્રહો એટલે વિશાલ સરોવરો આવ્યાં છે. ૨૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy