SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા છે. કેમ કે, અહીં અસિ-મસિ આદિનાં કાર્યો દ્વારા જીવિકોપાર્જન કરવું પડતું નથી કિન્તુ પ્રકૃતિ દ્વારા અપાયેલાં એવાં ૧૦ પ્રકારના કલ્પવૃક્ષોના દ્વારા જ જીવન નિર્વાહ થઈ જતો હોય છે. આ ભોગભૂમિના જીવોનું અકાળે મૃત્યુ પણ થતું નથી પરંતુ તેઓ સદા સ્વસ્થ રહે છે અને સંપૂર્ણ આયુ પર્યન્ત દિવ્ય એવા ભોગોને ભોગવતા વિચરે છે. (૧-૫). ૧૦ કલ્પવૃક્ષોથી યુગલિકોને મળતી ૧૦ વસ્તુઓ # ૨. મત્ત (માં) જવૃક્ષ: મત્ત = મદ ઉપજાવવામાં અંગ = કારણ રૂપ તે મત્તાં કલ્પવૃક્ષ. આ લોકમાં સર્વશ્રેષ્ઠ ચંદ્રપ્રભા આદિ મદિરાઓ આસવો સરકા વગેરે સરખા રસ જેવા મધુર સ્નિગ્ધ અને આલ્હાદક હોય છે તેવો રસ આ વૃક્ષોના ફળોમાં સ્વભાવથી જ મળે છે. જેથી અહીંની કૃત્રિમ પાન વિધિથી જે તૃપ્તિ અને આલ્હાદ થાય છે, તેથી અનેક ગુણી તૃપ્તિને આલ્હાદ એ સ્વાભાવિક મળે છે. # ૨. મૃતાં ( ) ૧વૃક્ષ : મૃત = ભરવું પૂરવું ઇત્યાદિ ક્રિયામાં કં = કારણરૂપ કલ્પવૃક્ષો તે મૃતાં કલ્પવૃક્ષો અથવા ભૂંગાગ કલ્પવૃક્ષો કહેવાય છે. આ વૃક્ષોથી યુગલિકોને ઘટ-કળશપાત્રી-ઝારી ઇત્યાદિ અનેક પ્રકારનાં વાસણોની પ્રાપ્તિ થાય છે, અને તે પણ સુવર્ણાદિના બનેલા હોય તેવા અતિ કારીગરીવાળાં નકસીવાળાં જુદા જુદા આકારનાં અને દેખાવમાં અતિ સુંદર હોય છે. અર્થાત્ એ કલ્પવૃક્ષોના ફળપત્ર આદિ એવા સ્વાભાવિક આકારવાળાં બનેલાં છે. જો કે અહીંની માફક યુગલિકોને અનાજ પાણી વગેરે ભરી રાખવાનું નથી તેથી વાસણોની ગરજ નથી, તો પણ કોઈ વખત કારણસર કંઈ અલ્પપ્રયોજન હોય તો આ વૃક્ષથી વાસણની ગરજ સારે છે. જ રૂ. તુરિતાં ત્પવૃક્ષ : તુતિ = વાજિંત્રવિધિ, તેનું સં = કારણરૂપ કલ્પવૃક્ષ તે તુટિતાંગ કલ્પવૃક્ષ. આ વૃક્ષના ફળાદિ સ્વભાવથી જ વાજિંત્રોની ગરજ સારે છે. અર્થાત વાંસળી-વીણા-મૃદંગમુરજ ઇત્યાદિ અનેક વાજિંત્ર આકારવાળાં ફળ સ્વભાવથી જ પરિણામ પામેલાં છે. ૪ ૪. જ્યોતિરંગ "વૃક્ષ : જ્યોતિ = સૂર્ય સરખી પ્રભાનું = કારણરૂપ વૃક્ષો તે જ્યોતિરંગ કલ્પવૃક્ષ, આ વૃક્ષના ફળોનો પ્રકાશ સૂર્ય સરખો હોય છે, પરંતુ સૂર્ય સરખો ઉગ્ર નહિ. અનેક જ્યોતિવૃક્ષો હોવાથી એકની પ્રભા બીજામાં અને બીજાની તેમાં સંક્રાન્ત થયેલી હોય છે, જેથી દ્વીપના બહાર રહેલાં સ્થિર જ્યોતિષી સરખાં સ્થિર અને પરસ્પરાક્રાન્ત પ્રકાશવાળાં છે. આકાશમાં સૂર્ય ઉગેલો હોય તે વખતે એ વૃક્ષોની સાર્થકતા નથી, પરંતુ રાત્રે તો એ વૃક્ષો એવાં પ્રકાશે છે કે જાણે દિવસ હોય એમ જણાય છે. જેથી રાત્રે પણ પ્રકાશસ્થાનોમાં યુગલિકોનો ગમનાગમન વ્યવહાર સુગમતાથી થઈ શકે છે. જ છે. સીપાંપા #પવૃક્ષ: ટીપ= દીવા સરખું તેજ આપવામાં ઠંડા = કારણભૂત એવાં વૃક્ષો તે ટીપાં વૃક્ષો કહેવાય. આ વૃક્ષનાં ફળ આદિ સર્વોત્તમ દીવા સરખા તેજવાળાં છે, જેમ ઘરમાં દીવો પ્રકાશ કરે છે, તેમ તે દીપવૃક્ષો ત્યાંના અંધકાર સ્થાનોમાં રાત્રે પ્રકાશે છે. (જ્યાં જ્યોતિરંગ ન હોય ત્યાં એ દીપાંગ (૨૫૬ } ૨૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy