________________
જૈન કોસ્મોલોજી
નંદીશ્વરદ્વીપમાં રહેલ.... અંજનગિરિ પર્વત...
rs જંબૂદ્રીપથી લઈ ૮મા (આઠમા) નંદીશ્વરદ્વીપના મધ્યભાગે જાતિમાન્ અંજનરત્નમય ૪ અંજનિરિ પર્વતો શોભી રહ્યા છે... તે અનુક્રમે પૂર્વદિશામાં “દેવરમણ” નામનો, દક્ષિણ દિશામાં “નિત્યોદ્યોત’ નામનો, પશ્ચિમ દિશામાં “સ્વયંપ્રભ’” નામનો અને ઉત્તર દિશામાં “રમણીયક” નામનો અંજનગિરિ છે.
મધ્યલોક
68
સ્વચ્છ ગોપુચ્છના આકારે રહેલા ૨જ અને મળથી રહિત ગગનોત્તુંગ શિખરોને ધારણ કરતા અતિ તેજસ્વી એવા આ પર્વતો પૃથ્વીથી ૮૪,૦૦૦ યોજન ઊંચા છે. જ્યારે પૃથ્વીની અંદર ૧,૦૦૦ યોજન અવગાઢ થયેલા છે તેમજ પૃથ્વીની સપાટી ઉપર ૧૦,૦૦૦ યોજન પહોળા અને શિખર પર ૧,૦૦૦ યોજન પહોળા છે. rTM (મતાંતર...)
rTM આ અંજનગિરિ પર્વતો પૃથ્વીતલ ઉપ૨ ૯,૪૦૦ યોજન પહોળા છે અને ઉપર ૧,૦૦૦ યોજન પહોળા છે. “ઠાણાંગસૂત્ર”ની વૃત્તિમાં આ અંજનપર્વતો મૂળમાં ૧૦,૦૦૦ યોજનના વિષ્મભવાળા કહ્યા છે. “દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ”ની સંગ્રહણીમાં ૯,૪૦૦ યોજનનો અંજનગિરિના ધરણીતલના ઉપરનો વિષ્ફભ હોય છે... તેમ કહ્યું છે. (એવી રીતે અન્ય પણ મતાંતર આવે છે.... તત્ત્વ તુ જેવતિામ્યમ્)
હવે જેના મતે પૃથ્વીતલ ઉપર ૧૦,૦૦૦ યોજન વિસ્મૃતિ છે તેમને દરેક યોજને-યોજને ક્ષય-વૃદ્ધિ થાય છે અને તે આ મુજબ કે ઉપર ચઢતા યોજને-યોજને યોજનનો ક્ષય થાય છે અને જ્યારે નીચે ઉતરતાં એટલી જ – યોજનની વૃદ્ધિ થતી જાય છે.
આ પર્વતોની ભૂતલ ઉપરની પરિધિ ૩૧,૬૨૩ યોજનની હોય છે અને આ પર્વતોની શિખર ઉપરની પરિધિ ૩,૧૬૨ યોજનથી કાંઈક અધિક છે. હવે આ દરેક અંજન પર્વતોની ચારેબાજુ ૧-૧ લાખ યોજન દૂર ચાર પુષ્કરિણી વાવડીઓ છે. તે ચારેય ૧ લાખ યોજન લાંબી + પહોળી અને ૧૦ યોજન ઊંડી છે અને મત્સ્ય વગરના સ્વચ્છ પાણીના ઉછળતા કલ્લોલથી શોભાયમાન છે...
rTM શ્રી જીવાભિગમસૂત્રની ટીકામાં તથા પ્રવચનસારોદ્વાર ટીકામાં વાવડીયોની ઊંડાઈ ૧૦ યોજન કહેલી છે. જ્યારે શ્રી નંદીશ્વર સ્તોત્ર તથા શ્રી નંદીશ્વર કલ્પમાં આ વાવડીઓની ઊંડાઈ ૧,૦૦૦ યોજનની કહેલી છે તેમજ શ્રી સ્થાનાંગસૂત્રમાં કહેવાયું છે કે, તે નંદા આદિ પુષ્કરિણીઓ ૧ લાખ યોજન લાંબી, ૫૦,૦૦૦ યોજન પહોળી અને ૧,૦૦૦ યોજન ઊંડી છે... આમાં સાચું શું ? તે તો સર્વવિદો જ જાણે ...
rTM હવે આ ૪ અંજનગિરિના નામો અને પૂર્વાદિ ક્રમે રહેલ ચારે દિશામાં વાવડીઓના નામો જણાવાય છે. (૧) દેવરમણ નામે અંજનગિરિમાં – (૧) નંદિષણ (૨) અમોઘા (૩)ગોસ્તૂપા (૪) સુદર્શના નામક વાવડી... (૨) નિત્યોદ્યોત નામે અંજનગિરિમાં – (૧) નંદોત્તરા (૨) નંદા (૩) સુનન્દા (૪) નંદિવર્ધના નામક વાવડી... (૩) સ્વયંપ્રભ નામે અંજનગિરિમાં – (૧) ભદ્રા (૨) વિશાલા (૩) કુમુદા (૪) પુણ્ડરિકીણી નામક વાવડી... (૪) રમણીયક નામે અંજનગિરિમાં - (૧) વિજયા (૨) વૈજયન્તી (૩) જયન્તી (૪) અપરાજીતા નામક વાવડીઓ છે...
૪ આ ૧૬ વાવડીઓના મધ્યભાગમાં... ૧૬ દધિમુખ પર્વતો આવેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
૧૫૭
www.jainelibrary.org