________________
જૈન કોસ્મોલોજી - - - - - - -
------------લોક
વક્ષસ્કાર પર્વત
42
રિક વક્ષસ્કાર પર્વતોની સંખ્યા ૧૬ છે. તેનાં નામો આ પ્રમાણે જાણવા : (૧) ચિત્રકુટ, (૨) બ્રહ્મકુટ, (૩) નલિનીકુટ, (૪) એકશૈલ, (૫) ત્રિકુટ, (૬) વૈશ્રમણ, (૭) અંજન, (૮) માતંજન, (૯) અંકાપાતી, (૧૦) પદ્મપાતી, (૧૧) આશીવિષ, (૧૨) સુખાવહ, (૧૩) ચંદ્ર, (૧૪) સૂર્ય, (૧૫) નાગ, (૧૬) દેવ.' નામક આ ૧૬ વક્ષસ્કાર પર્વતો એક તરફ નીલવંત અથવા નિષધ પર્વતને સ્પર્શીને રહેલા છે, જ્યારે બીજી બાજુએ સીતોદા અથવા સીતા નદીને સ્પશને રહેલા છે.
આ પર્વતોનો વિખંભ અર્થાતુ પહોળાઈ ૫OO યોજનની છે. તેઓ સર્વત્ર સમાન અને સર્વ રત્નમય છે. નીલવંત અને નિષધ પર્વતોની સમીપમાં તેઓની ઊંચાઈ ૪૦૦યોજન છે. ત્યાં તેઓ પૃથ્વીની અંદર ૧૦૦યોજન ગયેલા છે. પછી ધીમે ધીમે ક્રમશઃ વધતા વધતા સીતા અને સીતાદા સુધી પહોંચતા તેઓની ઊંચાઈ ૫00 યોજનની થાય છે. અહીં તેઓ પૃથ્વીની અંદર ૧૨૫ યોજન ઊંડા (ખુંચેલા છે). તેઓનો આકાર ઘોડાના સ્કંધ જેવો છે.
તે દરેક પર્વત પોતાના સમાન નામવાળા દેવોથી અધિષ્ઠિત છે. જેમ કે ઉદાહરણ રૂપે ચિત્ર પર્વત ઉપર ચિત્રનામક દેવ અધિષ્ઠાયક છે. આ ૧૬ પર્વતોને ૪-૪ શિખરો હોવાથી કુલ ૬૪ શિખરો હોય છે. તેમાં પહેલું નીલવંત અથવા નિષધ એ બેમાંથી એક પર્વતની સમીપમાં રહેલું ગિરિની પૂર્વમાં આવેલાં વિજયક્ષેત્રના નામનું છે. બીજું ગિરિની પશ્ચિમે આવેલા વિજય ક્ષેત્રના નામનું છે. ત્રીજું ગિરિનાં જ નામનું અને ચોથું “સિદ્ધાયતન” નામનું છે. ગગનતલને સ્પર્શ કરી રહેલી ધ્વજાવાળા સિદ્ધ મંદિરથી અત્યંત મનોહર આ છેલ્લું સીતા કે સીતાદાની સમીપમાં આવેલું છે. જેમ કે કચ્છ અને સુકચછ વિજયોની વચ્ચે રહેલા ચિત્રગિરિનું પહેલું શિખર “સુકચ્છ” છે, તો બીજું શિખર “કચ્છ” છે. ત્રીજું શિખર “ચિત્રકુટ” છે, તો ચોથું શિખર “સિદ્ધાયતન” છે. એમ સીતા અને સીતાદાના ઉત્તર કિનારે આવેલા સર્વ પર્વતોની બાબતમાં આ પ્રમાણે જ સમજવું.
હવે “ત્રિકુટ પર્વતના ૪ શિખરો તેમાં પહેલું નિષધ પર્વતની પાસે રહેલું “વત્સ”, બીજું “સુવત્સ”, ત્રીજું “ત્રિકુટ” અને ચોથું “સિદ્ધાયતન” નામનું છે. એ પ્રમાણે સીતા અને સાતોદાના દક્ષિણ તટ ઉપર આવેલા સર્વ પર્વતો માટે જાણવું.
એવી રીતે ૬૪માંથી ૧૬ સિદ્ધાયતન નામના શિખરો બાદ કરતા શેષ રહેલા ૪૮ શિખરો પોતપોતાના નામ સરખા નામવાળા દેવોથી અધિષ્ઠિત છે. આ દેવો વિજયદેવની જેમ જ ઋદ્ધિ-સમૃદ્ધિવાળા હોય છે એમ જાણવું.
મહાવિદેહ ક્ષેત્રમાં વનમુખનો દેખાવ # મહાવિદેહ ક્ષેત્રમાં પૂર્વ-પશ્ચિમ દિશાએ રહેલી જુગતીની પાસે સીતા અને સીતાદાના બંને કિનારે ૧-૧ વનમુખ છે એમ કુલ ૪ વનમુખ છે. તે આ પ્રમાણે – પહેલું સીતા નદી અને નીલવંત પર્વતની વચ્ચે, બીજું સીતા નદી અને નિષધ પર્વતની વચ્ચે, ત્રીજું સીતોદા નદી અને નિષધ પર્વતની વચ્ચે તથા ચોથું સીતાદા નદી અને નીલવંત પર્વતની વચ્ચે વનમુખ છે.
આ સર્વ વનમુખો ઉત્તર-દક્ષિણ લાંબા છે તથા પૂર્વ-પશ્ચિમ પહોળા છે. એમની લંબાઈ વિજયોની લંબાઈ જેટલી જ છે અને એમની પહોળાઈ નીલવંત અને નિષધ પર્વતની પાસે ૧ કલા જેટલી છે, પણ પછી જગતીની ગોળાઈના કારણે જગતીની દિશામાં વધે છે. તે ક્રમે ક્રમે વધતી સીતા અને સીતાદા નદીની પાસે પહોંચતાં ૨,૯૨૨ યોજન થાય છે. gિ અહીં આ પ્રમાણે આમ્નાય છે...
૧૬ વિજય, ૮ વક્ષસ્કાર પર્વત, ૬ અત્તર નદી, કુરુ અને બે ગજદંત પર્વત... એ બધાની સમગ્ર પહોળાઈને નીલવંત અને નિષધ પર્વતની “જયા” અથવા “જીવા”માંથી બાદ કરતાં શેષ ર કલા રહે છે એટલે તેમાંથી ૧-૧ કલા જેટલી બંને વનની પહોળાઈ સમજવી.
અમુક લંબાઈ ગયા બાદ ત્યાં પહોળાઈ જાણવી હોય તો તે “લંબાઈ”ને ૨,૯૨૨ થી ગણવા અને ફરી કળા કરવા માટે ૧૯ થી ગુણવા, જે આવે તેને ૩,૧૫, ૨પ૦ (કે જે વનમુખની લંબાઈની કળા છે.) આ રકમથી ભાગવા... પરિણામે જે આવે તેટલી કળાની ઈચ્છિત સ્થળની “પહોળાઈ” આવી સમજવી.
અહીં ભાજ્ય અને ભાજકની રકમોની ઉત્પત્તિ વિષે સ્પષ્ટ કહેવાય છે. “ઉત્કૃષ્ટી પહોળાઈ” એ જ સર્વત્ર ધ્રુવગુણક હોય છે, તે વડે ગુણવી પછી કળા કરવા માટે ૧૯ થી ગુણવી. અહીં “ઉત્કૃષ્ટી લંબાઈ” જ ધ્રુવભાજક હોય છે. કળા એટલા માટે કાઢવી કે એમાં ઉપલી ૨ કળા ઉમેરવી છે. આ રીતે કરવાથી વનમુખની ઈચ્છિત સ્થાનની પહોળાઈ મળી શકશે.
૯9 )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org