________________
જૈન કોસ્મોલોજી
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
ભગવાન મહાવીર સ્વામીની ૭૭મી પાટને શોભાવનારા, અધ્યાત્મ-યુવાશિબિરના આદ્યપ્રણેતા...
૨૦૦ શ્રમણોના સર્જક, સંઘહિતચિંતક, વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ સ્વ. ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક
પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી એવા પૂજ્યશ્રીના વ્યક્તિત્વને સંપૂર્ણપણે ઉપસાવવું એ તો અતિ અતિ મુશ્કેલ કે અસંભવપ્રાયઃ છે જ, પરંતુ આંશિકપણે ઉપસાવવા પણ ગ્રંથોનાં ગ્રંથો નાના પડે. એટલે ચાલો, જીવનયાત્રાના કેટલાક માઇલસ્ટોનોનું ઉપરછલ્લું માત્રદિગ્દર્શન કરી લઈએ. જ સંસારી નામઃ કાંતિભાઈ ૪િ માતાજીઃ ભૂરીબહેન #િ પિતાજી: ચિમનભાઈ. જ જન્મ વિક્રમ સંવત્ ૧૯૬૭, ચૈત્ર વદ ૬, તા. ૧૯-૪-૧૯૧૧, અમદાવાદ. * વ્યવહારિક અભ્યાસઃGD.A. (C.A. સમકક્ષ). # દીક્ષા વિક્રમ સંવત્ ૧૯૯૧, પોષ સુદ ૧૨, તા. ૧૬-૧૨-૧૯૩૪, ચાણસ્મા (લઘુબધું પોપટભાઈની સાથે) # વડી દીક્ષા : વિક્રમ સંવત્ ૧૯૯૧, મહા સુદ ૧૦, ચાણસ્મા ”િ પ્રથમ શિષ્ય : મુનિ શ્રી પદ્યવિજયજી મ. (પાછળથી પંન્યાસશ્રી)
ગુરુદેવશ્રી સિદ્ધાંતમહોદધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. # ગણિપદ : વિક્રમ સંવત્ ૨0૧૨, ફાગણ સુદ ૧૧, તા. ૨૨-૨-૧૯૫૬, પૂના. જ પંન્યાસ પદ વિક્રમ સંવત્ ૨૦૧૫, વૈશાખ સુદ ૬, તા. ૨-૫-૧૯૫૯, સુરેન્દ્રનગર ISF આચાર્ય પદ વિક્રમ સંવત્ ૨૦૨૯, માગસર સુદ ૨, તા. ૭-૧૨-૧૯૭૨, અમદાવાદ, & ૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ : વિક્રમ સંવત્ ૨૦૧૬, આસો સુદ ૧૫, તા. ૧૪-૧૦-૧૯૭૦, કલકત્તા. $ ૧૦૮ ઓળીની પૂર્ણાહૂતિ વિક્રમ સંવત્ ૨૦૩૫, ફાગણ વદ-૧૩, તા. ૨૫-૩-૧૯૭૯, મુંબઈ.
સુપ્રસિદ્ધ વિશિષ્ટ ગુણોઃ આજીવન ગુરુકુલવાસ સેવન, સંયમશુદ્ધિ, ઉછળતો વૈરાગ્ય, પરમાત્માની વિશિષ્ટ ભક્તિ, વિશુદ્ધ ક્રિયા, અપ્રમત્તતા, જ્ઞાનમગ્નતા, તપ-ત્યાગ-તિતિક્ષા, સંઘવાત્સલ્ય, શ્રમણ ઘડતર, તીક્ષ્ણ શાસ્ત્રાનુસારી પ્રજ્ઞાદિ.. શાસનોપયોગી અતિવિશિષ્ટ કાર્યો : ધાર્મિક શિબિર રૂપ શિક્ષણ દ્વારા યુવાનોદ્ધારનો પ્રારંભ, વિશિષ્ટ અધ્યાપન, પદાર્થસંગ્રહ શૈલીનો વિકાસ તત્ત્વજ્ઞાન-જીવનચરિત્રોને લોકમાનસમાં દઢ બનાવવા દેશ્ય માધ્યમ (ચિત્રો)નો ઉપયોગ, બાલદીક્ષા પ્રતિબંધક બીલનો વિરોધ, કતલખાનાઓને તાળા લગાવ્યા, ૪૨ વર્ષ સુધી દિવ્યદર્શન સાપ્તાહિકના માધ્યમે જિનવચન પ્રચાર-પ્રસાર, સંઘએકતા માટેનો પ્રચંડ પુરુષાર્થ, અનેકાંતવાદ સામેના આક્રમણો સામે સંઘર્ષ, ચારિત્રશુદ્ધિનો યજ્ઞ, અમલનેરમાં ૨૭ દીક્ષા, મલાડમાં ૧૬ દીક્ષાદિ ૪૦૦
જેટલી સ્વહસ્તે દીક્ષા પ્રદાન, આયંબિલ તપને વ્યાપક પ્રસિદ્ધિ અપાવનાર... ઇત્યાદિ. # કલાત્મક સર્જનઃ જૈન ચિત્રાવલી, મહાવીર ચરિત્ર, પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ, ગુજરાતી-હિન્દી બાળપોથી, મહાપુરુષોના જીવન
ચરિત્રોના ૧૨ અને ૧૮ ફોટાના ૨ સેટ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મ. સા. ના જીવનચિત્રોનો સેટ, બામણવાડજીમાં ભગવાન મહાવીર ચિત્ર ગેલેરી, પિંડવાડામાં પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરિજી મ. સા. ના જીવનચિત્રો, થાણા-મુનિસુવ્રતસ્વામી જિનાલયે શ્રીપાલ
મયણાના જીવનચિત્રો વગેરે. ISજ પ્રિય બાબતો : શાસ્ત્ર સ્વાધ્યાય ઘોષ, સાધુ વાચના, અષ્ટાપદ પૂજામાં મગ્નતા, સ્તવનોના રહસ્યાર્થની પ્રાપ્તિ, દેવદ્રવ્યાદિની શુદ્ધિ,
ચાંદનીમાં લેખન, માંદગીમાં પણ ઊભા ઊભા ઉપયોગપૂર્વક પ્રતિક્રમણાદિ ક્રિયાઓ, સંયમજીવનની પ્રેરણા, તેમજ આશ્રિતો પાસે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું વિવેચનાદિ... વિશિષ્ટ શાસન પ્રભાવનાઃ ૪૦૦ થી વધુ સ્વહસ્તે દીક્ષાદાન, ૨૦ પ્રતિષ્ઠા, ૧૨ અંજનશલાકા, ૨૦ ઉપધાનાદિ. તપસાધના : વર્ધમાન તપની ૧૦૮ ઓળી, છઠ્ઠના પારણે છઠ્ઠ, પર્વતિથિએ છઠ્ઠ, ઉપવાસ, આયંબિલાદિ, ફુટ, મેવા, ફરસાણાદિ
આજીવન ત્યાગ. ૪ ચાસ્ત્રિ પર્યાય ૫૮ વર્ષ ફ્રિ આચાર્યપદ પર્યાયઃ ૨૦ વર્ષ જ કુલ આયુષ્યઃ ૮૨ વર્ષ I૪ પુસ્તક લેખન : ૧૧૪ થી વધુ. L” કાળધર્મ વિક્રમ સંવત્ ૨૦૪૯, ચૈત્ર વદ ૧૩, તા. ૧૯-૪-૧૯૯૩, પંકજ સોસાયટી, અમદાવાદ,
( 8 |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org