________________
જૈન કોસ્મોલોજી
૫
II લોકના ધ્યાનનું ફળ II
नानाद्रव्यगतानंतपर्यायपरिवर्तनात् । सदासक्तं मनो नैव रागाद्याकुलतां व्रजेत् ॥
૪ આ લોક સ્વરૂપનો વિચાર કરવાથી શું ફાયદો થાય ? આમ, શંકા કરનારને ઉત્તર આપે છે કે, અનેક દ્રવ્યોમાં રહેલા અનંત પર્યાયોને પરાવર્તન કરવાથી (એટલે દ્રવ્યગત પર્યાયના સંબંધમાં વિચાર કરવાથી) નિરંતર તેમાં આસક્ત થયેલું મન રાગાદિ આકુળતા પામતું નથી.
* વિવેચન : દ્રવ્યની ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય સંબંધી વિચાર કરતા વૈરાગ્યની ઉત્પત્તિ પણ થાય છે. કોઈ પણ દ્રવ્યની આકૃતિ ઉ૫૨ મોહ યા રાગ થયો હોય તો, તરત જ તેના ભાવિ વિનાશ ઉપર દ્રષ્ટિ કરતાં મમત્ત્વ ઓછું થાય છે. એક આકૃતિના વિનાશથી શોક હોય ત્યારે બીજી બાજુ તેની સ્થિતિની હયાતી અન્ય રુપે તો છે. આ વિચાર આવતાં શોકમાં ડ્રાસ અવશ્ય થઈ શકે છે. ત્યારે ઉત્પત્તિ, સ્થિતિ અને લયના ત્રણે ભાગો ઉપર દ્રષ્ટિ રાખનારને હર્ષ કે શોક, રાગ કે દ્વેષ એ માંહિલું કોઈ પણ પરાભવ કરી શકતું નથી, કારણ કે શરુઆતથી જ તેની દ્રષ્ટિ ત્રણે ભાગો ઉ૫૨ સરખી રહેલી છે. ઇત્યાદિ આવી રીતે અનેક ફાયદાઓ લોકના કે દ્રવ્યના વિચારથી (ધ્યાનથી) થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
જાણવા જેવું
www.jainelibrary.org