________________
( ૩૩ )
જે પ્રાણીઓ અવરોધ રૂપ હાય તેમની સાથે સતત યુદ્ધ ચલાવ્યા વિના વનસ્પતિ અને ફળાની ઉત્પત્તિ આ પૃથ્વી ઉપર તે અશકયજ છે. માંસાહારના વિષયના સમધમાં, આપના વિચારાથી યુરેીપીયનાનું દ્રષ્ટિબિન્દુ ભિન્ન પ્રકારનુ હાવાથી, હું વિષયના ૫ષ્ટીકરણ નિમિત્તે કૃષિ-કાર્ય માં થતી હિંસા વિષે ઉલ્લેખ કર્ છે.
આમ છતાં, જે વિષયને અંગે આપણા મતભેદ છે તેમાં કાઇએ કદાગ્રહ રાખવાની જરૂર નથી. આપણે તે જે વિષયમાં આપણી એકમતી કે એકસંપ છે તે વિષયનું જ ખૂબ સમર્થન કરવાનું છે. સત્યની સહૃદય અન્વેષણા કરતા સર્વ મનુષ્યા સાથે એક્તા સાધનાર તત્ત્વનેજ આપણે દઢ રીતે સંલગ્ન થઈએ. કેટલાંક મંતવ્યેામાં મતભેદ હાવા છતાં, સત્યના સહૃદય અન્વેષકા જગતભરમાં વસ્તુત: એકજ છે. તાત્ત્વિક વસ્તુએના સ ંબંધમાં સત્યના હાર્દિક અન્વેષકામાં કશેાયે મતભેદ નથી હાતા.
આપના કૃપાપત્ર માટે, હું આપના ફરીથી ઉપકાર માનુ છું.
મેન તા. ૮-૪-૧૯૧૦
૧૦ }
Jain Education International
આપના સહૃદયી, ઍચ. જકામી
For Private & Personal Use Only
www.jainelibrary.org