________________
(28)
છતાં, તેથી સ્ત્રીઓનાં શરીર આદિની શૈાભા નિમિત્તે, જીવતાં પક્ષીઓની પાંખામાંથી પીછાં કાઢવાનું ઘાતકી કામ કાઇ રીતે અટકી જાય છે ? ના, નહિજ. ગમે તેટલા કાયદાએ હાવા છતાં, ફેશન નિમિત્તે થતી ઘેાર હિંસાનું નિવારણ નથી થતું. આહાર નિમિત્તે સીલેાને કણ વધ થયાજ કરે છે.
શ્ય
સીલેાની જે ઘાતકી હિંસા થાય છે તે હિંસાના માત્રથી ગમે તેવા નિચ મનુષ્યનું હૃદય પણ કંપી ઉઠે છે. એ હિંસાનું દૃશ્ય કાઈ પણ મનુષ્ય થાડીજ વાર જુએ એટલે તે જરૂર કંપી જાય છે. સીલેાની ભયંકર કતલ, બચ્ચાંઓનાં માથાં અકાળવાં કે ચામડી ઉતારી લેવી એ સર્વ દશ્ય ખરેખર હૃદયવિદારી થઇ પડે છે. સીલેાની હિંસા કરનારાઓમાં દયાના છાંટા પણ નથી હોતા. આટલી બધી ધાર હિંસા આહાર–પ્રાપ્તિ નિમિત્તેજ થાય છે. આવાં ઘેાર મૃત્યુ માંસાહાર અર્થે જ થાય છે.
વનસ્પતિ-આહારીઓને આવી ભયંકર હિંસા કરવી પડતી નથી. તેઓ એવી ભયંકર હિંસા કરવા પણ નજ દે.
મનુષ્ય માત્ર પ્રત્યેક કાર્યમાં નિશ્ર્વ ણુતાને બદલે જીવદયાને પ્રધાન સ્થાન આપવું જોઇએ. પ્રત્યેક મનુષ્યે સર્વ કાર્યોમાં મનુષ્ય સિવાયનાં અન્ય પ્રાણીઓનાં હિતની ઉપેક્ષા નજ કરવી જોઇએ. મનુષ્ય દૃશ્ય જગના અધિષ્ઠાતારૂપ છે. તેનામાં પેાતાની જાતિ પ્રત્યે કાઇ પણ પ્રકારના પક્ષપાત ન હાવા જોઇએ. તેણે ઇતર પ્રાણીઓ પ્રત્યે નિધૃતા ન દાખવવી જોઇએ. જગતનાં સર્વ પ્રાણીઓનુ કલ્યાણ થાય એજ તેની પ્રધાન વૃત્તિ હોવી જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org