________________
( ૨૫ ) નિષ્પક્ષપાત વૃત્તિ અને સત્ય ન્યાય એ આધ્યાત્મિક પરિપૂતાના પ્રથમ આવશ્યક અંગરૂપ છે. ભૈતિક વસ્તુઓનું સંપૂર્ણ જ્ઞાન પણ આધ્યાત્મિક પૂર્ણતાથી જ પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક પૂર્ણતા વિના, ભાતિક વસ્તુઓનું પૂર્ણ જ્ઞાન નથી થઈ શકતું. આથી ભાતિક વસ્તુઓનાં સંપૂર્ણ જ્ઞાનની મહત્ત્વાકાંક્ષાવાળા મનુષ્યને આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવી પડે છે.
શારીરિક વિજ્ઞાનની પ્રગતિ થાય તદર્થે, પ્રાણીઓનાં અંગછેદનનું કાર્ય આજના જમાનામાં ધમધોકાર ચાલુ છે. પ્રાણએનાં અંગછેદનનાં આ ભયંકર અને વ્યાપક કાર્યથી, પ્રાણીઓ વિષયક શારીરિક જ્ઞાનમાં જનતાની ખરી સેવાજનક કશીયે વૃદ્ધિ થતી હોય એમ હું નથી માનતો.
જે તમારામાં આધ્યાત્મિક પરિપૂર્ણતા હશે તો, તમને સત્યજ્ઞાનની પ્રાપ્તિ એની મેળે થશે. તમને સર્વજ્ઞતાની સિદ્ધિ પણ થશે. તમે જગતનું ભાતિક તેમજ આધ્યાત્મિક શ્રેય બને તેટલું કરી શકશે. આથી આધ્યાત્મિક પરિપૂર્ણતાની પ્રાપ્તિ નિમિત્તે, સર્વ ઈષ્ટ પ્રવૃત્તિઓ આવશ્યક છે. દુઃખ સહન કરવાની શક્તિ વધે એ રીતે શરીરને કેળવવું એ પ્રત્યેક મનુષ્યનું પરમ કર્તવ્ય છે. જૈન સાધુઓ શરીરને આ રીતે કેળવે છે. આથી તેઓ અઠવાડિઆના ઉપવાસ હોય છતાં પણ ધર્મ, સાહિત્ય આદિ કાર્યોમાં જ મગ્ન રહે છે. ઉપવાસને દિવસે તેઓ પાણી સિવાય, બીજું કશુંયે નથી લેતા. કેટલાક પાણું પણ ભાગ્યેજ લે છે. આટલી બધી સહનશક્તિ માત્ર વનસ્પતિ–આહારીઓમાંજ હોય છે એમ અનુભવ ઉપરથી પૂરવાર થયું છે. જગતના પ્રલે“ભનેનો સામનો કરવા તમારા મનને બરોબર કેળવો. જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org